શિક્ષકઃ મને નવાઈ લાગે છે કે તું એકલો આટલી બધી ભૂલો કેવી રીતે કરે છે?
ભૂરોઃ સાહેબ, આ બધી ભૂલો મેં એકલાએ કરી નથી. મારા પિતાજીએ પણ મને તેમાં મદદ કરી છે.
•
પિતાઃ ભૂરા તને નિશાળ જવાનું તો ગમે છે?
ભૂરોઃ હા, પિતાજી, મને નિશાળે જવાનું અને આવવાનું બંને ગમે છે, બસ... ત્યાં બેસવાનું જ ગમતું નથી.
•
શિક્ષકઃ બોલ ભૂરા, બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું?
ભૂરોઃ સાહેબ! મને ચોક્કસ તો ખબર નથી પણ એટલું જાણું છું કે પહેલું વિશ્વ યુદ્ધ થયા પછી બીજું યુદ્ધ થયું હતું.
•
શિક્ષકઃ ભૂરા, આજે તારે માર ખાવો છે?
ભૂરોઃ ના સાહેબ, આજે હું ઘરેથી જમીને આવ્યો છું.
•
જિગોઃ સર જી
ટિચરઃ હા, બોલો
જિગોઃ મેં જે કામ નથી કર્યું. શું તમે તેની સજા આપશો?
ટિચરઃ નહીં જરા પણ નહીં.
જિગોઃ મેં આજે હોમવર્ક કર્યું નથી.
•
પત્નીઃ મારા જૂના કપડાં દાનમાં આપી દઉં છું
પતિઃ ના,ના, તેને ફેંકી જ દે. દાનમાં ન આપવાના હોય.
પત્નીઃ નહીં, દુનિયામાં ઘણી ગરીબ અને ભૂખી સ્ત્રીઓ હોય છે. કોઈને કામમાં આવશે જ.
પતિઃ તારી સાઈઝના કપડાં જેને ફિટ થઈ જશે તે શું ભૂખી હશે?
•
પત્નીઃ હું પિયર ત્યારે જ જઈશ જ્યારે તમે મને મૂકવા આવશો
પતિઃ મંજૂર છે, પણ વચન આપ કે તું ઘેર પાછી પણ ત્યારે જ આવીશ જ્યારે હું લેવા આવીશ.
•
જિગોઃ તને ખબર છે માણસને જીવનમાં ધારણા કરતાં ઘણું બધું અલગ મળે છે
ભૂરોઃ એ કેવી રીતે?
જિગોઃ પુરુષોને અત્યાર સુધીમાં અપ્સરાના નામે પેન્સિલ જ મળી છે જ્યારે સ્ત્રીઓને બાદશાહના નામે મસાલા જ મળ્યા છે.
•
પપ્પા (તેની દીકરીને)ઃ બેટા, તું મને પહેલા પપ્પા કહીને બોલાવતી હતી પણ હવે કેમ ડેડ કહીને બોલાવે છે?
દીકરીઃ ઓહ ડેડ, પપ્પા કહેવામાં મારી લિપસ્ટીક ખરાબ થઈ જાય છે.
•
જિગોઃ ડોક્ટર સાહેબ તમે કહેતા હતા કે, ગેમ રમવાથી મન પ્રફુલ્લિત રહે છે પણ મને તો સતત ચિંતા થાય છે. આવું કેમ?
ડોક્ટરઃ પણ તમે ગેમ કઈ રમો છો?
જિગોઃ તીન પત્તી...
•
જિગોઃ યાર એક ગંભીર સમસ્યા છે.
ભૂરોઃ શું થયું?
જિગોઃ મારી પત્નીને એટલી સરસ રસોઈ બનાવતા આવડે છે છતાં રાંધતી નથી. અઠવાડિયામાં ત્રણ દિવસ બહારથી મંગાવીને ખાવું પડે છે.
ભૂરોઃ તારા કરતાં મારી સમસ્યા તો વધારે મોટી છે.
જિગોઃ કેવી રીતે?
ભૂરોઃ મારી પત્નીને રાંધતા નથી આવડતું છતાં દિવસમાં ચાર વખત અલગ અલગ વસ્તુઓ બનાવીને અમને પરાણે ખવડાવે છે.