પત્નીઃ જમવામાં શું બનાવું?
પતિઃ પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે આલુ પરાઠા બનાવ.
પત્નીઃ (ફ્રિજ ખોલીને) દૂધી સૂકાય છે, ક્યારની એ જ બનાવું છું.
•
પતિઃ તારા પપ્પાને દાઝ્યા પર ડામ દેવાની આદત છે.
પત્નીઃ કેમ શું થયું?
પતિઃ આજે સવારે મને ફોન કરીને પૂછતા હતા કે, મારી દીકરી સાથે લગ્ન કરીને ખુશ તો છોને?
•
જિગોઃ (ખૂબ ગુસ્સામાં) શું યાર ભૂરા.... સવારે કેટલા હોર્ન માર્યા... તું બાલ્કનીમાં કેમ ન આવ્યો?
ભૂરોઃ આ લે... લે!!! એ હોર્નવાળો તું હતો? મને તો એમ કે ઈડલીવાળો છે...
•
પત્નીઃ આમ બંદૂક લઈને દરવાજે કેમ ઊભા છો?
પતિઃ સિંહનો શિકાર કરવા જવું છે
પત્નિ ઃ તો જતા કેમ નથી?
પતિઃ પણ દરવાજે કૂતરું બેઠું છે...
•
લીલીઃ મને નથી લાગતું કે હું વધારે જીવી શકીશ, હવે મારાથી સહન નથી થતું.
ભૂરોઃ તું મરી જઈશ તો હું પણ મરી જઈશ.
લીલીઃ હું તો બીમાર છું એટલે મરી જઈશ, પણ તમે શું કામ મરી જશો?
ભૂરોઃ આનંદના અતિરેકમાં...
•
ભૂરો અને તેની પત્ની વાત કરી રહ્યાં હતાં.
ભૂરોઃ પ્રિયે તને મારી કઈ બુક સૌથી પ્રિય છે?
પત્નીઃ તમારી ચેકબુક...
•
પત્નીઃ તમે દરેક વાતમાં મારા પિયરવાળાને કેમ વચમાં લાવો છો?
જિગોઃ અરે ગાંડી આપણો મોબાઈલ ખરાબ નીકળે તો આપણે મોબાઈલને થોડી ગાળ બોલવાના, ગાળ તો કંપનીવાળાને જ પડે ને...
•
ભૂરાની પત્ની સેલ્ફી લે છે. પછી ડિલીટ કરે અને કેમેરાનો કાચ સાફ કરે છે. આમ અડધો કલાક ચાલ્યું.
ભૂરાથી ના રહેવાયું અને બોલાઈ ગયું કે, એક વાર મોઢું સાફ કરીને ટ્રાય કર...
ભૂરો અત્યારે કઈ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે હજી કોઈને ખબર નથી.