સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર સુરક્ષિત પુનરાગમન

માત્ર આઠ દિવસની અંતરીક્ષયાત્રાએ ગયેલાં સુનિતા વિલિયમ્સ નવ મહિનાના અંતરાલ બાદ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યાં છે. યાનમાં ખામીના લીધે અંતરીક્ષમાં જ અટવાઇ ગયેલાં ‘ગુજરાતનાં દીકરી’ સુનિતા અને સાથી અંતરીક્ષ પ્રવાસી બુચ વિલ્મોરને લઇને આવેલાં સ્પેસએક્સનાં ‘ડ્રેગન’ સ્પેસક્રાફ્ટે બુધવારે સવારે ફ્લોરિડાના દરિયામાં લેન્ડીંગ કર્યું હતું.

રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

એનએચએસથી માંડીને બેનિફિટ્સમાં ધરમૂળથી બદલાવ

સરકારી તિજોરીને વ્યવસ્થિત કરવા માટે વિવિધ કાપ મૂકવા સ્ટાર્મર સરકારે ગયા સપ્તાહમાં એનએચએસથી માંડીને બેનિફિટ્સના મોરચે વિવિધ પગલાંની જાહેરાત કરી હતી. 

ધંધુકામાં જીવંત બની છે મેઘાણીની ‘ચારણ કન્યા’

આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઝવરેચંદ મેઘાણીનું કાવ્ય ‘ચારણ કન્યા’ ગુજરાતી લોકજીવનમાં અમર સ્થાન ભોગવે છે. 1928માં ખજૂરી નેસમાં સિંહે ગાય પર હુમલો કર્યો અને 14 વર્ષની હીરબાઈ નામની કન્યાએ તેને ભગાડી મુક્યો એ ઘટના પરથી આ લાંબુ કાવ્ય લખાયું હતું. 

વનતારાને પ્રાણીઓની નિકાસ સામે દ. આફ્રિકન સંસ્થાએ ચિંતા દર્શાવી

સાઉથ આફ્રિકન સંસ્થા ‘ધ વાઈલ્ડલાઈફ એનિમલ પ્રોટેક્શન ફોરમ ઓફ સાઉથ આફ્રિકા (WAPFSA)’એ જામનગરસ્થિત વનતારા ફાઉન્ડેશનને વન્યજીવનની મોટા પાયે નિકાસ સામે ગંભીર ચિંતા દર્શાવવા સાથે પ્રાણીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય સંદર્ભે સ્વતંત્ર વૈજ્ઞાનિક તપાસ માટેની...

યુએસ ઉપપ્રમુખ વેન્સ આ મહિનાના અંતે ભારતપ્રવાસે?

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ આ મહિનાના અંતે ભારત આવી શકે છે. અમેરિકન અખબાર ‘પોલિટિકો’એ લખ્યું કે વેન્સ તેમના ભારતવંશી પત્ની ઉષાની સાથે આ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે.

‘વેરવૂલ્ફ સિન્ડ્રોમ’ઃ મધ્ય પ્રદેશના લલિતના નામે વિશ્વ વિક્રમ

મધ્ય પ્રદેશના 18 વર્ષીય લલિત પાટીદારે સૌથી વધુ વાળવાળો ચહેરો ધરાવતા વ્યક્તિ તરીકે પોતાના નામે વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. લલિત હાઈપરટ્રિકોસિસ નામની દુર્લભ સ્થિતિથી પીડાય છે. 

રોશની નાદરઃ ભારતનાં સૌથી અમીર મહિલા

ભારતના પ્રતિષ્ઠિત એવા કોર્પોરેટ ગ્રૂપ એચસીએલના સંસ્થાપક શિવ નાદરે તાજેતરમાં તેમની પુત્રી રોશની નાદર - મલ્હોત્રાને કંપનીની 47 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરી છે. આ સાથે જ તેઓ ભારતનાં સૌથી ધનિક મહિલા બની ગયાં છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર,...

ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ એમેઝોન ઇન્ડિયાને રૂ. 337નો જંગી દંડ

ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડિયાને રૂ. 337 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં ટ્રેડમાર્કના ઉલ્લંઘનના કેસમાં અત્યાર સુધીમાં અપાયેલું આ સૌથી વધુ વળતર છે. ટ્રેડમાર્ક કાયદા હેઠળ કોઈ અમેરિકન...

કાર્તિક કો-સ્ટાર શ્રીલીલાને ડેટ કરે છે?

કાર્તિક આયર્ને આઈફા 2025 એવોર્ડ સમારંભમાં ‘ભુલભુલૈયા-3’ ફિલ્મમાં શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતી લીધો છે. કાર્તિક આર્યન આજકાલ પોતાના અભિનય ઉપરાંત રિલેશનશિપને મુદ્દે પણ ચર્ચામાં છે. 

આમિરની બર્થ-ડે સરપ્રાઈઝઃ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે સંબંધોનો એકરાર

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ક્લોઝ ફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ડેટિંગ કરી રહ્યો છે. 46 વર્ષની ગૌરી છ વર્ષના સંતાનની માતા છે. 60 વર્ષના આમિર ખાને 14 માર્ચે પોતાના જન્મદિન પ્રસંગે મીડિયા સાથે વાતચીતમાં ગૌરી સાથેના સંબંધોનો એકરાર કર્યો...

યુએસ ઉપપ્રમુખ વેન્સ આ મહિનાના અંતે ભારતપ્રવાસે?

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ આ મહિનાના અંતે ભારત આવી શકે છે. અમેરિકન અખબાર ‘પોલિટિકો’એ લખ્યું કે વેન્સ તેમના ભારતવંશી પત્ની ઉષાની સાથે આ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે.

ભગવાન કૃષ્ણનાં ઉપદેશો મારા માટે શક્તિઓ સ્રોતઃ તુલસી ગબાર્ડ

યુએસ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડે સોમવારે કહ્યું કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશો પડકારજનક સમયમાં અને સફળતાના સમયમાં એમ બંને પ્રકારે તેના માટે શક્તિ અને માર્ગદર્શનનો સ્રોત રહ્યા છે.

આઇપીએલ સિઝન-18ઃ કાઉન્ટડાઉન શરૂ

વિશ્વની સૌથી મોટી ટી20 લીગ આઈપીએલનો પ્રારંભ આવતા શનિવાર 22 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મુકાબલો ઈડન ગાર્ડન્સ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ વચ્ચે રમાશે. આઈપીએલની 18મી સિઝન ઘણાં અર્થમાં અલગ હશે....

ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફી વિજય ભવ્ય - શાનદાર - ઐતિહાસિક

દેશવિદેશમાં વસતાં ભારતીય ક્રિકેટના ચાહકોએ હોળીના પાંચ દિવસ પૂર્વે રવિવારે દિવાળી જેવી ઉજવણી કરી હતી. પ્રસંગ હતો - ટીમ ઇંડિયાના ચેમ્પિયન્સ ટ્રોફી વિજયનો. ભારતે દસ મહિનાની અંદર બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું છે. ગયા વર્ષે 29 જૂને ભારતે...

સિડનીમાં ભારતીય ઉત્સવ પરંપરા અને સનાતન ધર્મની અનુભૂતિ

ઓસ્ટ્રેલિયાના મહાનગર સિડની ખાતે ગયા શનિવારે બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝની ઉપસ્થિતિમાં ભવ્યતાથી રંગોત્સવ ઉજવાયો હતો. પ.પૂ. મહંત સ્વામી વતી સંતોએ તેમનું પુષ્પહાર...

મહાકુંભ મેળા અને અયોધ્યા મંદિરની પવિત્ર યાત્રાઃ શાંતિનો ઊચ્ચ સ્તરીય અનુભવ

અમે કુંભ મેળા અને અયોધ્યાની યાત્રાએ નીકળ્યા તે પહેલા અમને અનેક પ્રકારની ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમણે અમને ત્યાં નહિ જવા ચેતવણી આપી હતી, ત્યાં અસંખ્ય લોકો હશે અને ત્યાં યાત્રા મુશ્કેલ બની રહેશે, કોઈપણ ભાગદોડમાં ઈજા થવાનું જોખમ રહેશે, પાણી ઘણું...

ખંજવાળવાથી બળતરા થવા છતાં, લાભ પણ થાય છે

ઘણી વખત શરીરમાં ખુજલી કે ખંજવાળ આવતી હોય છે અને પાછળથી તકલીફ થશે તે જાણવા છતાં આપણે ખંજવાળવાની અદમ્ય ઈચ્છાને રોકી શકતા નથી. જોકે, યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગના ડેનિયલ કેપ્લાને ‘જર્નલ સાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવ્યા મુજબ લગભગ દરેક પ્રાણીઓ...

બેલ્જિયન મહિલા એક આખું વર્ષ દરરોજ એક મેરેથોન દોડી

બેલ્જિયમની હિલ્ડે ડોસોને વીતેલા વર્ષમાં એક અનોખી ઉપલબ્ધિ હાંસલ કરી છે. હકીકતમાં તેમણે 2024ના દરેક દિવસે એક મેરેથોન દોડી છે. આ દરમિયાન આશરે 15,444 કિલોમીટરનું અંતર પૂરું કર્યું છે, અને આ સાથે જ તે આમ કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે.

પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર : ડોલી જૈન

તમને સાડી પહેરતાં કેટલી વાર લાગે... કોઈ પણ સ્ત્રીને પૂછશો તો જવાબ મળશે : પાંચ સાત મિનિટથી લઈને દસેક મિનિટ તો લાગે. પરંતુ ડોલી જૈન માત્ર ૧૮.૫ સેકન્ડમાં સાડી પહેરી શકે છે અને પહેરાવી પણ શકે છે !

જન-આંદોલનો પરિવર્તનો લાવે ખરાં, પણ..

રાજકીય સત્તા સાથે જોડાયેલાં કે પછી સામાજિક-ધાર્મિક આંદોલનોનું દેખીતું અને પરોક્ષ પરિણામ શું હોય છે તેની ચર્ચા વારંવાર થતી રહે છે. આ એકલું આપણાં પૂરતું સીમિત નથી, આખી દુનિયામાં તેવું બને છે. આંદોલન સમયે એક આવેશ હોય, આક્રોશ હોય, મરી ફિટવા સુધીની...



to the free, weekly Gujarat Samachar email newsletter