થોડાક મહિના પહેલા એક્ટ્રેસ કૃતિ સેનન સાઉથના સ્ટાર પ્રભાસ સાથે રિલેશનશીપમાં હોવાના અહેવાલ હતા. હવે કૃતિ સેનન તેનાથી દસ વર્ષ નાના બિઝનેસમેન કબીર દહિયા સાથે ડેટિંગ કરતી હોવાની ચર્ચા છે. બંને લંડનમાં હાથમાં હાથ પરોવી ઘૂમી રહ્યાં હોવાની તસવીરો વાયરલ થઈ છે. જોકે, સંખ્યાબંધ નેટ યૂઝર્સ માને છે કે કૃતિની આગામી ફિલ્મ ‘ક્રૂ’ રિલીઝ થવાની હોવાથી આ પબ્લિસિટી સ્ટન્ટ પણ હોઈ શકે છે. અગાઉ કૃતિ અને પ્રભાસની ‘આદિપુરૂષ’ ફિલ્મ આવવાની હતી ત્યારે પણ બંને વચ્ચે સિરિયસ અફેર હોવાની ચર્ચા ફેલાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે કબીર દહિયા યુકેનો બિઝનેસમેન છે અને તે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીનો સંબંધી હોવાનું કહેવાય છે. તેની ધોની તથા સાક્ષી સાથેની કેટલીક તસવીરો પણ ઈન્ટરનેટ પર ફરે છે.