વોશિંગ્ટનઃ અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ઉપર દુનિયાભરની નજર છે. વિશ્વના સૌથી શક્તિશાળી અને સૌથી વધુ સમૃદ્ધ દેશના પ્રમુખપદે કોણ આવશે તે જોવા દુનિયા આતુર હોય છે તે પણ સહજ છે. તેમાં ભારતીય વંશના વિવેક રામાસ્વામી પણ ઝુકાવવાના છે. રામાસ્વામીએ એક ચોંકાવનારૂં નિવેદન કર્યું છે કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો ટ્રમ્પના તમામ અપરાધો માફ કરી દઈશ, કારણ કે તેઓ દરેક પગલે દેશને આગળ લઈ જવા માગે છે.