વોશિંગ્ટનઃ રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ટ્રમ્પે ગયા સપ્તાહે તેમના પર થયેલા જીવલેણ હુમલા પછીની પહેલી રેલીને સંબોધતા કહ્યું હતું કે, તેમણે લોકતંત્ર માટે ગોળી ખાધી છે. તેઓ જીતશે તો દુનિયામાં ત્રીજું વિશ્વ યુદ્ધ નહીં થાય. ટ્રમ્પે મિશિગન રાજ્યના ગ્રાન્ડ રેપિડ્સમાં કહ્યું કે, હું અત્યારે અહીં ઈશ્વરની કૃપાથી તમારી સામે ઊભો છું. તે ખૂબ ભયાનક સમય હતો. આ સાથે ટ્રમ્પે ફરીથી ચૂંટાઈ આવતા ત્રીજા વિશ્વ યુદ્ધથી બચવા અને રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેમના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સંકટ ઊભું નહીં થાય.