વોશિંગ્ટનઃ અમેરિકી સિક્રેટ સર્વિસના વડા કિમ્બર્લી ચિટલેએ સ્વીકાર કર્યો છે કે અમેરિકી ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ13 જુલાઈના રોજ પેન્સિલ્વિનિયામાં રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમનું રક્ષણ કરવામાં એજન્સી નિષ્ફળ ગઈ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની કમિટી સમક્ષ સુનાવણી વખતે તેમણે જણાવ્યું હતું કે, ‘અમે નિષ્ફળ ગયા હતા. અમેરિકી સિક્રેટ સર્વિસની નિયામકના રૂપમાં સુરક્ષામાં થયેલી ચૂકની જવાબદારી લઉં છું. 13 જુલાઇએ પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની હત્યા માટે થયેલો પ્રયાસ ઓપરેશનલ નિષ્ફળતા હતી.’