રૂ. 3400 કરોડના વાડીલાલ ગ્રૂપના વિભાજનને મંજૂરી

Saturday 27th July 2024 05:29 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતનું અગ્રણી વાડીલાલ ગ્રૂપ વિભાજનના મામલે પારિવારિક વિવાદમાં સપડાયું છે. ગાંધી પરિવાર દ્વારા સંચાલિત વાડીલાલ ગ્રૂપમાં લાંબા સમયથી વિભાજનને લઇને આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો, જેના પર હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટીએ) કોર્ટે ચુકાદો આપ્યો છે. ગ્રૂપની સરેરાશ વેલ્યૂ રૂ. 3400 કરોડ છે અને વાડીલાલ ગ્રૂપના મહત્તમ શેર્સ તેમના જ પરિવારના સભ્યો પાસે છે. એક અહેવાલ અનુસાર, આ કેસ રણછોડ વાડીલાલ ગાંધીના પૌત્ર વીરેન્દ્ર ગાંધી, તેમના પત્ની ઇલા ગાંધી અને પુત્ર જય ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે.
અરજી પર વિચાર કરતા એનસીએલટી કોર્ટે પોતાના 18 પોઇન્ટના ચુકાદામાં વિભાજનને મંજૂરી આપી છે. સાથે જ કોર્ટે અરજદાર અને પ્રતિવાદી પ્રત્યેકને 10 લાખ રૂપિયા વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સતત ફરિયાદો, અરજી કરીને પક્ષકારોએ કોર્ટ તેમજ સરકારી તંત્રને હેરાન કર્યું છે જેની અવેજીમાં તેઓએ આ રકમ પીએમ રાહત ફંડમાં જમા કરાવવાની રહેશે.
કોર્ટમાં કરાયેલી અરજી અનુસાર વર્ષ 1926માં રણછોડલાલ વાડીલાલ ગાંધી દ્વારા કંપની શરૂ કરવામાં આવી હતી. અરજદાર વીરેન્દ્ર ગાંધી પણ એ જ કંપનીના એક શેરધારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter