લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ રવિવારે દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરની વહેલી સવારે મુલાકાત લીધી હતી. બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ વતી 6 સાધુઓ દ્વારા વડાપ્રધાન સુનાક અને તેમના પત્નીનું સ્વાગત કરાયું હતું. તેમણે મંદિર નિહાળવામાં વડાપ્રધાનની મદદ કરી હતી. વડાપ્રધાન અને તેમના પત્નીએ મંદિરમાં લાંબો સમય વીતાવ્યો હતો. તેમણે મંદિરમાં આવેલા દરેક સ્થાનક ખાતે હાથ જોડીને પ્રાર્થના અને આરતી કરી હતી. અક્ષતા મૂર્તિએ સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા સમક્ષ શાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યાં હતાં.