લંડનઃ FICCI UKઅને ભારતીય હાઈ કમિશન દ્વારા TechXchange 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેસ્થિત ભારતીય ટેક બિઝનેસીસ માટે વિપુલ તક દર્શાવવા માટે આ વિસ્તૃત સત્ર કેનરી વ્હાર્ફના વન કેનેડા સ્ક્વેરમાં લેવલ 39 ખાતે યોજાયું હતું. ઈન્ટરનેશનલ વિમેન્સ ડે અને મહાશિવરાત્રિની ઉજવણીની સાથોસાથ આયોજિત ઈવેન્ટમાં પ્રિયા ગુહા MBE દ્વારા અદ્ભૂત પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.
યુકેસ્થિત ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષે પ્રારંભિક વક્તવ્ય આપ્યું હતું જ્યારે લોર્ડ કુલવીર રેન્જરે સમાપન વક્તવ્ય રજૂ કર્યું હતું.
ઈન્ટરવ્યૂઝ સાથેનો રિપોર્ટ ગુજરાત સમાચારના આગામી અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.