પ્રેસ્ટનના ભક્તોએ રવિવારે નોર્થવેસ્ટમાં આવેલા છ ધામ મંદિરોની યાત્રા ભારે ધર્મોલ્લાસ સાથે સંપન્ન કરી હતી. ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા 78 ભક્તોને બોલ્ટન, બ્રેડફર્ડ, લીડ્સ, ઓલ્ડહામ અને એસ્ટન યુ લીન મંદિરની યાત્રાએ લઇ જવાયા હતા. પવિત્ર અધિક માસ નિમિત્તે આ યાત્રા યોજાઇ હતી.