તા. 20 જુલાઇ 2024થી 26 જુલાઇ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 19th July 2024 07:29 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારા ગ્રહ-નક્ષત્રોના આધારે ઘણી પરિસ્થિતિમાં બદલાવ આવશે. આર્થિક રીતે કોઈના કહેવા મુજબ જો આગળ વધશો તો નુકશાની ભોગવવી પડશે. જોકે વ્યવસાયની દૃષ્ટિએ તમારા રાશિ મુજબના સંકેતો ઉત્તમ પરિણામ આપે એવી શક્યતા રહેશે. નોકરીમાં પણ તમારી મહેનત રંગ લાવશે. સ્વાસ્થ્યની રીતે આ સમયમાં હકારાત્મક ફેરફારો જોઈ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદમય સમય વ્યતિત કરી શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ નવા કામ શરૂ કરવાની ઇચ્છા હશે તો એ પાર પાડી શકશો. ભવિષ્યની યોજનાઓ તેમજ તેના માટેના યોગ્ય દિશામાં કામ કરવાનું શરૂ કરી શકો છો. તમારી મહેનતનું સારું પરિણામ મેળવશો. આર્થિક રીતે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક દૃષ્ટિએ આ સમયમાં કોઈ પણ જાતના વિઘ્નો વિના કામકાજ પૂર્ણ કરી શકાય. નોકરિયાત વ્યક્તિઓને વધુ પડતી જવાબદારીનો બોજો રહેશે. વ્યક્તિગત જીવનમાં પાર્ટનર સાથેના સંબંધો સુધરતા જોવા મળે. વાહનની ખરીદી માટે સારો સમય છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપને વ્યક્તિગત તેમજ વ્યવસાયિક કાર્યોની વચ્ચે તાલમેલ જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડે. માર્ગ આડેની અડચણોને દૂર કરવા માટે તનતોડ મહેનત કરશો તો ફાવશો. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે. નવી નોકરીની શોધ અહીં પૂરી થાય. પરિણામે તમારી આત્મશક્તિમાં સકારાત્મક પરિવર્તન જોઈ શકશો. સ્વાસ્થ્ય અંગે થોડી સમસ્યાઓ રહેશે. સામાન્ય તાવ અને શરીરના દુઃખાવાની ફરિયાદ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોઈ શકશો. જોકે એ પોઝિટિવ તેમજ નેગેટિવ બંને પ્રકારે રહેશે. વ્યક્તિગત જીવન સુધારાવાળું જણાય. જ્યારે વ્યવસાયિક જીવનમાં થોડીઘણી ઉથલપાથલ જોવા મળે. આર્થિક રીતે સમય જેમનો તેમ રહેશે. નોકરિયાત વ્યક્તિઓએ પોતાની કામગીરીમાં સફળ થવા માટે અત્યારથી ભવિષ્ય માટેની વ્યૂહરચના બનાવી રાખવી જરૂરી રહેશે. સંતાનોની લગ્નવિષયક બાબતે ચર્ચાવિચારણા ચાલશે.
• સિંહ (મ,ટ): આ સમયમાં વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચેનું બેલેન્સ બનાવી રાખવા માટે આપને ખૂબ મહેનત કરવી પડે. કોઈ પણ જાતની લાપરવાહી તમારા માટે નુકસાનદાયક પુરવાર થઈ શકે છે. ધંધાકીય બાબતોમાં જે તે નિર્ણય જાતે જ લો. આર્થિક સહાયતા મેળવશો. સ્વાસ્થ્યને લઈને પણ થોડી વધુ સજાગતા હવે તમારે રાખવી પડશે. વિઝાને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવન સંબંધિત ઉત્સાહ અને આનંદનો ફરીથી અનુભવ કરી શકશો. કાર્યક્ષેત્ર તેમજ વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક કાર્યોમાં પાર્ટનર સાથેના મતભેદ હવે દૂર થાય. આર્થિક સ્થિતિ સુધરતી જોઈ શકાય. મકાનના રિનોવેશનની કામગીરી આગળ ધપાવી શકશો. વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને થોડું ભારણ રહેશે. કોર્ટકચેરીના કામોમાં હજી નિર્ણય આવતાં વાર લાગશે.

• તુલા (ર,ત)ઃ તમારા વિરોધીઓની ગતિવિધિને નજરઅંદાજ ન કરવા સલાહ રહેશે. ખાસ કરીને વ્યવસાયિક મામલાઓમાં ખૂબ કાળજી રાખીને આગળ વધવું જરૂરી છે. નોકરીમાં આ સપ્તાહ દરમિયાન કામગીરીનું ભારણ વધતું જોવા મળે. જોકે બીજી તરફ, તમારા કામની પ્રશંસા પણ મેળવી શકશો. નવા વાહનની ખરીદી શક્ય બને. યાત્રા-પ્રવાસની ઇચ્છા પૂર્ણ કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જોકે કોઈ ગંભીર સમસ્યા રહેશે નહીં. સપ્તાહ દરમિયાન નાણાકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખશો. બને તો ઉધાર પૈસા લેવાનું ટાળજો. નોકરિયાત વ્યક્તિોને કોઇ સારી જોબની ઓફર પ્રાપ્ત થાય. વ્યાપારિક રીતે આ સમય ઘણો સારો રહેશે. નવી ઓફરો તેમજ નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકાય. પ્રવાસ-પર્યટનથી મનોસ્થિતિ થોડી હળવી બનાવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ લાંબા સમયથી જેની પ્રતિક્ષા કરતા હતા તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો હવે ઉત્તમ સમય આવી ગયો છે. તમારી મહેનત અને કુશળતા બતાવવાનો પણ આ યોગ્ય સમય છે. આર્થિક રીતે રાહત રહેશે. પાછલા દેવાને હવે તમે પૂરાં કરી શકશો. વ્યવસાય-નોકરીમાં તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન જરૂરી રહેશે તો જ તમે સફળતા મેળવી શકશો. કામ સાથે ઘર-પરિવાર માટે પણ પૂરતો સમય ફાળવી શકશો.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ થોડી જટિલ અને મુશ્કેલ બનતી જોવા મળશે. જો થોડી ધીરજ દાખવી કામગીરી કરશો તો મુશ્કેલી સમયને પણ આસાન બનાવી શકશો. નોકરીમાં હમણાં જ જોડાયા હો તો થોડું સમાધાનકારી વર્તન રાખીને કામગીરી કરશો. વ્યવસાયમાં નવી ભાગીદારી કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધજો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ કોઈની પાસેથી વધુ પડતી આશા રાખવા કરતાં પોતાની જાતે જ મહેનત અને વિશ્વાસ રાખી કામગીરી કરશો તો યોગ્ય સફળતા મેળવી શકશો. નાણાકીય સ્થિતિ હાલ પૂરતી ડામાડોળ જણાય, પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખી પરિસ્થિતિ સંભાળી શકશો. વ્યાપારમાં નવું કામ શરૂ કરવાની ઇચ્છાઓ હશે તો તરત એને તરત અમલમાં મૂકી આગળની કામગીરી શરૂ કરી શકો છો. મકાન-મિલકત પ્રોપર્ટીના પ્રશ્નોનો હલ મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારા કાર્યક્ષેત્રે પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે, જેનાં કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. અંગત સમસ્યાનો હલ પણ મેળવી શકશો. વ્યાપાર-નોકરીમાં પણ તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકશો. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. નવા રોકાણો માટેની નાણાકીય જોગવાઈ ઊભી કરવામાં સફળ થશો. નાની પ્રવાસની યોજનાથી મન પ્રફુલ્લિત થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter