વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક ટેન્શન ઓછું થતું જણાશે. સારી તક અને સારા સમાચાર મળે. કામકાજો આડેના અવરોધો દૂર થાય. આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરિયાત વર્ગને ટેન્શન દૂર થશે. જોકે સહકર્મચારીથી સાચવવું સલાહભર્યું છે. વિવાહની વાતચીતોમાં સફળતા મળવાની શકયતા રહેશે. પ્રવાસ-પર્યટન થાય. કૌટુંબિક મિલકતથી લાભ થાય. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે. ધંધાકીય વિકાસના યોગ છે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે ચિંતા દુર થાય. આર્થિક પ્રશ્નો હલ કરવા વધુ મહેનત કરવી પડશે. મકાન-મિલકતની પરસ્થિતિ યથાવત્ રહેશે. ધીરજના ફળ મીઠાં સમજીને આગળ વધવું. આળસ કરવાથી નુકસાન થવાની શક્યતા રહેશે. આપની સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપારી વર્ગને સારી સફળતા મળશે. આરોગ્ય બાબતે કાળજી રાખવી. કોર્ટ-કચેરીના નિર્ણયો મહત્ત્વના જણાશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. નાણાકીય સુખાકારી સારી રહેશે. ધંધાકીય સમસ્યાનો ઉકેલ આવતો જણાશે. કૌટુંબિક સહકાર સારો રહેશે. અગત્યના કાર્યોમાં સફળતા મળશે. સારા પ્રસંગો માણી શકશો. નોકરિયાત વર્ગને બઢતીના યોગો બળવાન બનશે. વિદ્યાર્થી માટે સાનુકૂળતા જણાશે. વડીલોની મદદ મળી રહેશે. સંતાનોથી સારો સહયોગ મળશે. વાહન અને પ્રોપર્ટી ખરીદીના યોગ છે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહનો પ્રારંભ શુભ ઘટનાઓ સાથે થશે. આર્થિક રીતે પણ લાભદાયી સમય છે. મિત્રોથી સાવધાની રાખવી જરૂરી. ઉતાવળિયા સાહસથી દૂર રહેવું. નોકરિયાત વર્ગ માટે સપ્તાહ લાભદાયી. કૌટુંબિક ખર્ચમાં વધારો થાય. મકાન-મિલકતના કામકાજો માટે સારી તક છે. કોર્ટ- કચેરીના કેસોમા સફળતા મળે. વિદ્યાર્થીઓ માટે આનંદદાયક સપ્તાહ.
• સિંહ (મ,ટ): આ સમયમાં વ્યર્થ ચિંતા કરીને મનની શાંતિ ગુમાવશો નહીં. કૌટુંબિક સંપત્તિને કારણે મનદુઃખના પ્રસંગો જણાશે. મિત્રોનો સહકાર મળશે. નોકરીના પ્રશ્નોનો ઉકેલ આવશે. સામાજિક બાબતોમાં સાવધાની રાખવી. નાણાકીય લેવડદેવડ જોઈજાળવીને કરવી. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. મકાનની લે-વેચના કામોમાં સફળતા મળવાની શકયતા રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ મૂંઝવણોનો ઉકેલ મળતો જણાય. કૌટુંબિક પ્રશ્નો હલ થતાં માનસિક બોજો હળવો થશે. ધંધાકીય ક્ષેત્રે લાભ રહેશે. મહત્ત્વની વ્યક્તિઓનો સહકાર સારો મળી રહેશે. નોકરિયાત વર્ગ માટે આ સમય સારો છે. મકાન-મિલકતના કામકાજો માટે જોઈતી તકો મળશે. કૌટુંબિક કાર્ય પાર પડે. સંતાનોની તબિયતની ચિંતા રહેશે. મિત્રોથી સારો સહકાર મળશે. યાત્રા-પ્રવાસ લાભદાયી નીવડે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં તમારું ધાર્યું કામ પાર પડતાં મન પ્રફુલ્લિત રહેશે. માનસિક ચિંતાનો બોજ હળવો થાય. નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે. ખર્ચના પ્રસંગોને કાબુમાં રાખજો. વિશ્વાસઘાત થવાના યોગો બળવાન બને. મકાન-મિલકતના કાર્યોમાં સફળતા મળશે. ટૂંકા પ્રવાસ થાય. ધંધા-વ્યાપારના કાર્યમાં અવરોધ આવે. ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું જરૂરી. આરોગ્ય અંગે કાળજી રાખવી.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહે નાણાકીય પ્રશ્નોનો ઉકેલ આવશે. કૌટુંબિક વિવાદોનો અંત આવશે. મિલકતના પ્રશ્નો યથાવત્ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારો સમય છે. સંતાનોના પ્રશ્નો માટે ધીરજ રાખવી પડશે. જીવનસાથી સાથે મતભેદો હશે તો દૂર થશે. પરદેશ જવા માટે ધીરજ રાખવી જરૂરી છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતા જાળવવી પડે. આવકનો નવો માર્ગ શોધી શકશો. આવકના પ્રમાણ સામે ખર્ચા રહેશે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. ધંધાકીય ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થવાની શક્યતા રહેશે. કુટુંબના સભ્યોનો સારો સહકાર મળશે. માંગલિક પ્રસંગો માણી શકશો. વિરોધીઓ ફાવશે નહીં. ગૃહજીવનમાં એકંદરે પરિસ્થિતિ ઠીક ઠીક રહેશે. પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ રાખવાથી સારી સફળતા મળી શકશે. નોકરિયાતને કામકાજનો બોજ વધતો જોવા મળે. વેપાર-ધંધામાં વિલંબથી કાર્ય સફળ થાય. મિત્રોથી મતભેદ વધવાના યોગો બળવાન બનશે. સરકારી કામકાજમાં અવરોધો આવશે. માનસિક ભાર હળવો થશે. કુટુંબનો સાથ-સહકાર મળી શકશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન તમારા અગત્યના કાર્યોનો બોજ હળવો થાય. નાણાકીય સમસ્યાનો ઉકેલ આવતો જણાશે. ગૃહજીવનમાં સાનૂકૂળતા રહે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી. સંતાનપ્રાપ્તિના યોગો બળવાન થશે. સંયુક્ત મિલકત વિશે ચિંતા વધે. નોકરી-ધંધાના ક્ષેત્રે હજી ધાર્યું પરિણામ મળવાના યોગ નથી. વિદ્યાર્થીઓ માટે સારો સમય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં બેચેની અને ઉદાસીનતાનો અનુભવ થશે. નાણાકીય રીતે તકલીફ વધતી જણાય. સમય જોઈને કામગીરી કરવી. ઉપરી અધિકારી અને સહકર્મચારીનો સહકાર સારો મળશે. અહીં નવી મુલાકાતથી લાભ થશે. વ્યવસાય ક્ષેત્રે થોડા ઉતાર-ચડાવ આવશે. સંપત્તિના પ્રશ્નો યથાવત્ રહેશે. નોકરિયાત માટે સારો સમય છે.