તા. 9 માર્ચ 2024થી 15 માર્ચ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 08th March 2024 08:39 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન થોડી એકલતાનો અનુભવ થાય. તમારા પરિવારનો સાથ મેળવવાની ઇચ્છાઓમાં થોડી ખોટ જણાય. વાહનથી આ સમય દરમિયાન સાચવીને રહેવું. નાણાકીય બાબતોમાં તમારી કસોટી થાય. જોકે તમારી મહેનતનું પરિણામ સકારાત્મક રહેશે. વડીલો તેમજ મિત્રોના સલાહસૂચન તમારા વ્યવસાયમાં ઉપયોગી બનશે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે મતભેદની શક્યતા રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં હવે આળસ ખંખેરીને તનતોડ મહેનત કરવાની જરૂર રહેશે. તમારી આસપાસનું વાતારવણ બદલવાનું પણ અહીં સુચન છે. આર્થિક મોરચે જોઇએ તો, આ સમયમાં આપની જરૂરિયાત મુજબના નાણાં પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વ્યવસાયિક રોકાણો માટેની પણ જરૂરત પૂર્ણ થાય. લગ્નવાંચ્છુકો માટે હવે સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી વ્યૂહરચના બનાવવી જરૂરી રહેશે. તબિયત થોડી ઉપરનીચે થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારા માટે આવનાર નવું સપ્તાહ સારું રહેશે. કેટલીક સમસ્યાનો સામનો પણ કરવો પડે, પરંતુ દરેક કસોટીને સફળતાપૂર્વક પાર પાડી શકશો. સત્તા અને શાસન સાથે જોડાયેલા વ્યક્તિઓની આ સમયમાં કસોટી થાય. વ્યાપાર સંબંધિત કાર્યો માટે પ્રવાસના યોગ પણ છે, જે શુભ પરિણામ આપશે. નોકરિયાત વ્યક્તિઓને કોઈ મોટા પ્રોજેક્ટ્સ પર કામ આગળ વધારવાની તક પ્રાપ્ત થાય.
• કર્ક (ડ,હ)ઃ બિનજરૂરી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ટાળશો, નહીં તો નાહકનો સમય બરબાદ થઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં આ સમય દરમિયાન થોડું સાચવીને આગળ વધવું સલાહભર્યું છે. ખોટા નિર્ણયોને કારણે તમારી બદનામી થાય એવા ચાન્સીસ છે. આ સપ્તાહમાં પૈસાની લેવડદેવડ કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું. મકાન-મિલકતના કામકાજો હજી થોડા લંબાતા જણાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શુભ સમાચાર મળી શકે છે.
• સિંહ (મ,ટ): આ સપ્તાહમાં તમારા સ્વાસ્થ્ય ઉપર થોડું વધુ ધ્યાન આપવું. ખોરાક, વ્યાયામ, મેડિટેશનથી તમારા સ્વાસ્થ્યને સુધારી શકશો. આર્થિક રીતે કોઈ અણધાર્યા લાભ થાય એવી શક્યતા છે. કૌટુંબિક જવાબદારીને લઈને થોડી થોડી ચિંતા વધતી જોવા મળે. વ્યવસાય-ધંધામાં ભાવુક બનીને કામગીરી કરવી નહીં. કારકિર્દીમાં હવે તમારી પ્રગતિ થતી જોઈ શકશો. નવા મકાનની શોધખોળ પૂરી થાય તેવા યોગ છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહના ગ્રહયોગ તમારા પક્ષમાં રહેશે. નવી કામગીરી હાથ ધરી શકશો. નાણાકીય મામલે તમારા આયોજન મુજબ, સૂઝબૂઝ સાથે કામગીરી કરશો તો ફાવશો. ધંધા-વ્યવસાયમાં તેજીનો સમય આવી રહ્યો છે. થોડું પ્લાનિંગ રાખીને કામગીરી આગળ વધારશો. ભાગીદારીના કાર્યોમાં સફળતા સાંપડે. લગ્નપ્રસંગ અથવા કોઈ માંગલિક પ્રસંગને કારણે થોડી વ્યસ્તતા વધશે. નોકરીના કામથી બહાર આવવા-જવાનું પણ થોડું વધુ રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમય શારીરિક રીતે તમને વધુ મજબૂત બનાવશે. કોઈ સમસ્યાઓ હોય તો તેનો હવે અંત આવતો જણાશે. તમારા પ્રયત્નો સફળ થતાં જોઈ શકશો. કામગીરી તેમજ અંગત જીવન વચ્ચેનું સંતુલન પણ જાળવી શકશો. આર્થિક રીતે સમય થોડો ખર્ચાળ જણાય છે. જોકે સામે એ પ્રમાણે આવક પણ મેળવી શકશો. ધાર્મિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો. ધંધા-ઉદ્યોગમાં કોઈ ચોક્કસ ધ્યેય બનાવીને આગળ વધશો તો લાભમાં રહેશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ અઠવાડિયું ઘણા ખરા મામલે આપના માટે ફાયદાકારક રહેશે. લાંબા સમયથી અટવાયેલાં નાણાં હવે પરત મળશે. તમારા લોન અને બેલેન્સ વગેરેમાં પણ રાહત થાય. પરિવારનો સાથસહકાર હંમેશાં તમારી સાથે રહેશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળે એવા ચાન્સ છે. સ્વાસ્થયને લઈને નાની-નાની સમસ્યા રહેશે. વિદ્યાર્થીઓને થોડું કપરું સપ્તાહ લાગશે. વાહન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહમાં મહત્ત્વના કામકાજ થોડાં થોડી જોઈ-જાળવીને કરવા સલાહભર્યું છે. કામના સ્થળે સહયોગીઓ સાથેના સંબંધ સાચવીને આગળ કામ કરવું જરૂરી છે, નહીં તો કેટલાક તકસાધુઓ તમારા કામને ખોરંભે પાડી શકે છે. આર્થિક મામલે કંઈ ચિંતાજનક જણાતું નથી. પરિવારને પણ હવે પૂરતો સમય આપવાની જરૂરિયાત રહેશે. જીવનસાથી સાથે વિચારભેદ હોય તો દૂર થાય. કારકિર્દીની શરૂઆત કરી રહેલા લોકો માટે ગોલ્ડન સમય આવી રહ્યો છે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વધતી જોવા મળશે. આથી નકારાત્મક વિચારો વધે. જો થોડી ઘણી પણ બેકાળજી દાખવશો તો નુકસાન થઇ શકે છે. આર્થિક મોરચે કેટલાક પડકારો આવી શકે છે, પરંતુ તમારા ભૂતકાળનો અનુભવ અથવા તો આગોતરું આયોજન અહીં કામ લાગશે. વ્યવસાયિક ભાગીદારીમાં ફાયદો થાય. નવા કાર્યોની શરૂઆત કરી શકશો. વિદ્યાર્થી વર્ગને પણ આ સમયમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. લાંબા સમયથી વિચારી રહ્યા હશો એ મુસાફરી કે પ્રવાસ હવે શક્ય બનશે. સરકારી ક્ષેત્રમાં કામ કરતાં વ્યક્તિ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં પ્રગતિ હાંસલ કરશે. માતાપિતા - વડીલોનો સાથસહકાર પ્રાપ્ત કરી શકશો. ઘરેલું સમસ્યાનો પણ હવે અંત લાવી શકશો. ઉદ્યોગ-ધંધામાં કોઈ મોટાં રોકાણો અથવા નવી ભાગીદારીની ઇચ્છા પૂર્ણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહે તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢીને તમારા સ્વાસ્થ્યને પણ પ્રાધાન્ય આપવું જરૂરી રહેશે. વધુ પડતું કામ થાક અને તણાવની સ્થિતિ ઊભી કરી શકે છે. તમારા અંગત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો હવે અંત આવશે. કારકિર્દીમાં નવા મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળશે. નોકરી-ધંધામાં સ્થિતિ તમારા તરફેણમાં બદલાતી જોઈ શકશો. પ્રવાસ-પર્યટન પણ શક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter