હંસલો સ્થિત ટ્રાવેલ એજન્સી બ્રાઈટસન ટ્રાવેલે સિલ્વર સ્ટાર ડાયાબીટિસ ચેરિટી સંસ્થા સાથે તેની પાર્ટનરશિપ જાહેર કરી છે. બોલીવૂડના મેગાસ્ટાર શાહરૂખ ખાને ચેરિટીના સમર્થનમાં ડાયાબીટિસ ટેસ્ટ કરાવ્યા પછી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મિ. દીપક નાંગલા અને તેમના પત્ની પાયલ નાંગલાએ તેમને ૩૦૦૦ પાઉન્ડના દાનનો ચેક અર્પણ કર્યો હતો. શનિવાર ચોથી ઓક્ટોબરે હાઉસ ઓફ કોમન્સમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બ્રાઈટસન ટ્રાવેલ આ સંસ્થાને દાન કરવા અને તેના ટ્રાવેલ પાર્ટનર તરીકે જાહેર થવા બદલ ગૌરવ અનુભવે છે.
દીપક નાંગલાએ જણાવ્યું હતું કે, ‘બ્રાઈટસન ટ્રાવેલે સહયોગ કર્યો છે તે સિલ્વર સ્ટાર ડાયાબીટિસ અદ્ભૂત સંસ્થા છે. ૨૦૦૭માં સ્થાપના પછી સંસ્થાએ નિઃશુલ્ક ડાયાબીટિસ પરીક્ષણોના કોમ્યુનિટી કાર્યક્રમો દ્વારા હજારો લોકોના જીવનમાં સ્થાન હાંસલ કર્યું છે. આ ચેરિટી માટે જાગરૂકતા પ્રોત્સાહનને શાહરૂખ ખાનનું અમૂલ્ય સમર્થન સાંપડ્યું છે.’
જાન્યુઆરી ૨૦૦૭માં સ્થાપિત તથા યુકે અને ભારતમાં કાર્યરત સિલ્વર સ્ટાર ડાયાબીટિસ રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા છે. સંસ્થા મોબાઈલ ડાયાબીટિસ યુનિટ્સ (MDU)નું સંચાલન કરે છે. હાલ યુકેમાં ૩૦ લાખથી વધુ લોકોને ડાયાબીટિસનું નિદાન કરાયું છે. અન્ય ૧૦ લાખથી વધુ લોકોને ટાઈપ-ટુ ડાયાબીટિસ છે, પરંતુ તેનાથી તેઓ અજાણ છે.
મોબાઈલ ડાયાબીટિસ યુનિટ્સની મહત્ત્વની ભૂમિકા બ્રિટનના મુખ્ય નગરો અને શહેરોમાં ડાયાબીટિસની ઊંચી હાજરીને વિશેષ ધ્યાનમાં રાખી કોમ્યુનિટીઓમાં અગત્યના ડાયાબીટિસ પરીક્ષણોની તેમ જ સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ આરોગ્યસંભાળને પ્રોત્સાહિત કરવાની છે. ચેરિટીના ચાર MDUકોમ્યુનિટીઓ, કાર્ય, પ્રાર્થના-પૂજા સ્થળો, સામુદાયિક કાર્યક્રમો, હાઈ સ્ટ્રીટ્સ અને રીટેઈલ પાર્ક્સમાં જઈ લોકોને નિઃશુલ્ક ડાયાબીટિસ પરીક્ષણો કરે છે તેમ જ લાઈફ સ્ટાઈલ સંબંધિત સલાહ પણ આપે છે. આ મુલાકાતો દરમિયાન, તેના સ્ટાફને જાણકારી મળી હતી કે હજારો લોકો તેમને ડાયાબીટિસ થવાના જોખમ વિશે માહિતગાર ન હતાં.
સિલ્વર સ્ટાર ડાયાબીટિસના સ્થાપક પેટ્રન અને સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે,‘ બ્રાઈટસન ટ્રાવેલના દાનથી મને આનંદ થયો છે, જેનાથી અમને પાચમા સિલ્વર સ્ટાર મોબાઈલ ડાયાબીટિસ યુનિટ માટે અપીલ કરવામાં મદદ મળી છે. આના પરિણામે તમામ કોમ્યુનિટીના સંખ્યાબંધ લોકોને ડાયાબીટિસ વધુ જાણવામાં અને બનતી ત્વરાએ આ રોગને કાબૂમાં રાખવાની સારવાર મેળવવામાં મદદ થશે.’
જૂન ૨૦૧૪માં બિઝનેસના ૨૮ વર્ષ પૂર્ણ કરનારી બ્રાઈટસન ટ્રાવેલ યુકેની ટોપ ૫૦ ટ્રાવેલ કંપનીમાં સ્થાન ધરાવે છે. બ્રાઈટસન ૧૭૦થી વધુના સ્ટાફ સાથે હોન્સલો, માન્ચેસ્ટર અને બર્મિંગહામ તેમ જ ભારતમાં ઓફિસો ધરાવે છે.
વધુ માહિતી માટે માલા સ્નીડરનો સંપર્ક ઈમેઈલ- [email protected] અને 07432 735 831 ફોન નંબર તેમ જ પાયલ નાંગલાનો સંપર્ક 0208 819 1111 ફોન નંબર અને ઈમેઈલ- [email protected] પર સાધી શકાશે.
ફોટોલાઈનઃ બોલીવૂડના મેગાસ્ટાર શાહરૂખ ખાનને સિલ્વર સ્ટાર ડાયાબીટિસ ચેરિટી સંસ્થાની તરફેણમાં ૩૦૦૦ પાઉન્ડના દાનનો ચેક આપી રહેલા બ્રાઈટસન ટ્રાવેલના મેનેજિંગ ડિરેક્ટર મિ. દીપક નાંગલા અને તેમના પત્ની પાયલ નાંગલા.