* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે રવિવાર તા. ૨-૧૧-૧૪ના રોજ બપોરે ૩ કલાકે 'માતા કી ચૌકી' કાર્યક્રમનું આયોજન કરાયું છે. દર સોમવારે બપોરે ૧૨-૧૫ કલાકે ભજન અને દર મંગળવારે હનુમાન ચાલીસા થશે. સંપર્ક: 07882 253 540.
* સરે સ્ત્સંગ મંડળ, થોર્નટન હીથ દ્વારા તા: ૧-૧૧-૧૪ શનિવારના રોજ બપોરે ૧ થી ૪ દરમિયાન પાર્ચમોર રોડ, પાર્ચમોર ચર્ચના “પોપ ઇન હોલમા” સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલિસા, ભજન કીર્તન વિ.નું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: શાંતિલાલ 020 8660 4901.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨-૧૧-૧૪ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (USA) છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, ૫૪૧એ વોરિક રોડ, ટાયસ્લી, બર્મિંગહામ B11 2JP ખાતે શનિવાર તા. ૧-૧૧-૧૪થી રવિવાર તા. ૨-૧૧-૧૪ રોજ બપોરે ૨-૩૦થી ૬-૩૦ દરમિયાન શ્રી જલારામ બાપા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પછી આરતી અને ભોજન પ્રસાદીનો લાભ મળશે. કથાનો લાભ શ્રી રવિ શાસ્ત્રી આપશે. સંપર્ક: પૂજારી શ્રી કમલભાઇ દવે 0121 707 3154.
* રોકઅોન મ્યુઝિક દ્વારા રૂપકુમાર રાઠોડ અને સુનાલી રાઠોડના કોન્સર્ટનું શાનદાર આયોજન તા. ૯-૧૧-૧૪ના રોજ ડી મોન્ટપોર્ટ હોલ લેસ્ટર ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 233 311.
* ભારતમાતા જનહિત ટ્રસ્ટ અને રામનામ સેવા ટ્રસ્ટ દ્વારા પૂ. શ્રી સ્વામીજી સત્યમિત્રાનંદગીરીજી મહારાજની નિશ્રામાં ૫૫૧ કુંડીય શ્રી સીતામાતા જાનકી મહાયજ્ઞનું આયોજન તા. ૨૦મી ફેબ્રુઆરી ૨૦૧૫થી તા. ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૫ દરમિયાન ભારત માતા મંદિર, સપ્ત સરોવર, હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું છે. સપર્ક: 0091 133 426 0256.
* દિવ કડીયા ખ્યાતી સમાજ કોમ્યુનિટી યુકેના દીપાવલી ઉત્સવની ઉજવણીનું શાનદાર આયોજન તા. ૧-૧૧-૧૪ શનિવારના રોજ બપોરે ૩-૦૦થી ARK, કોપલેન્ડ સ્કૂલ, HA9 7DU ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: ઉપેન્દ્ર સોલંકી 07701 027 190.