સંસ્થા સમાચાર

Saturday 08th November 2014 08:56 EST
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૯-૧-૧૪ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૯-૧૧-૧૪ના રોજ બપોરે ૩ કલાકે 'માતા કી ચૌકી'ના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 07882 253 540.

* શ્રી વિશ્વ સનાતનધર્મ મંદિર, ૧૩૨ વ્હાઇટહોર્સ રોડ, ક્રોયડન CR0 2LA ખાતે 'માતા દી ચૌકી'ના કાર્યક્રમનું આયોજન તા. ૯-૧૧-૧૪ રવિવારના રોજ બપોરે ૪થી ૬-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. ભરતભાઇ કોરીયા અને મંડળી કિર્તન રજૂ કરશે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07956 348 676.

* શ્રી જલારામ માતૃસેવા મંડળ ઇલફર્ડ દ્વારા ૨૧૫મા જલારામ બાપાના જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીનું શાનદાર આયોજન તા. ૯-૧૧-૧૪ના રોજ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન કેનન પામર સ્કૂલ, અોલ્ડબરો રોડ સાઉથ, સેવન કિંગ્સ, ઇલફર્ડ IG3 8EU ખાતે કરવામાં આવ્યું છે. શાસ્ત્રી શ્રી રમણીકલાલ દવે જલારામ બાપાના પ્રાગટ્યોત્સવ અને ચરિત્ર કથાનું રસપાન કરાવશે. ભજન, સત્સંગ, તથા પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8881 3108.

* YAF મ્યુઝિક પ્રોડક્શન દ્વારા 'કલ અૌર આજ' ગીત સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૧૧-૧૪ના રોજ સાંજે ૬-૪૫ કલાકે વોટરમેન્સ થિએટર, ૪૦ હાઇસ્ટ્રીટ બ્રેન્ટફર્ડ TW8 0DS ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 07771 963 877.

૦૦૦૦

શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડની પ્લાનીંગ પરમીશનને સમર્થન આપો

શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડ દ્વારા ખૂબજ આધુનિક સુખ સગવડો સાથે સંપન્ન એવા નવા જલારામ મંદિરના નિર્માણ માટે પ્લાનીંગ પરમિશનની માંગણી કરવામાં આવી છે. આ માટે આપ સૌને વેબલિંક http://www.pam.ealing.gov.uk/portal/servlets/PlanningComments?REFNO=PP/2014/4385 પર ક્લીક કરી મંદિરને આપનું સમર્થન અપવા સૌને અનુરોધ છે.

નવું મંદિર સંપૂર્ણપણે સ્વચ્છ અને પ્રદુષણ વગરનું ટેક્નોલોજી પર આધારિત ૨૧મી સદીનું આધુનિક હશે. પર્યાવરણને અનુરૂપ અને સોલાર પેનલીંગ સાથેના આ મંદિરમાં અદ્યતન ફિલ્ટરેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે અને અવાજના પ્રદુષણને ધ્યાનમાં રાખીને કાર્બન ફુટપ્રિન્ટને ઘટાડવામાં આવશે. પ્રોફેશનલ લેન્ડસ્કેપીંગ, ખૂબજ આધુનિક સીક્યુરરીટી સીસ્ટમ સાથેના આ મંદિરના નિર્માણમાં વાપરવામાં આવનાર સામગ્રી રિસાયક્લ કરેલી હશે. સમર્થન આપવાની છેલ્લી તારીખ ૭-૧૧-૧૪ છે એટલે આજે જ આપનું સમર્થન આપવા વિનંતી છે. સંપર્ક: 020 8578 8088.

૦૦૦૦૦૦૦૦

શુભ વિવાહ

* કિંગ્સ કિચનવાળા શ્રીમતી કાન્તાબેન અને શ્રી મનુભાઇ રામજીના સુપુત્રી ચિ. હેમાના શુભલગ્ન શ્રીમતી વિભાબેન અને શ્રી ભૂપેન્દ્રભાઇ લાખાણીના સુપુત્ર ચિ. આનંદ સાથે તા. ૨૭-૧૨-૧૪ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.

૦૦૦૦૦૦૦

અવસાન નોંધ

* કરમસદના મૂળ વતની અને કેન્યામાં રહ્યા બાદ હાલ ઇસ્ટ લંડન ખાતે રહેતા શ્રી હરિપ્રસાદ પટેલ ૮૦ વર્ષની વયે તા. ૬-૯-૧૪ના રોજ દેવલોક પામ્યા છે. સદ્ગત ફોરેસ્ટ ગેટ સ્થિત ગુજરાત હિન્દુ વેલ્ફેર સેન્ટરના લાંબા સમય સુધી પ્રમુખ હતા અને હાલમાં ટ્રસ્ટી તરીકે સેવાઅો આપતા હતા. સંસ્થાના સૌ સદસ્યોએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પી છે. સંપર્ક: 020 8471 3185

૦૦૦૦૦૦


    comments powered by Disqus