'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ૮૫ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું સન્માન કરાશે

Saturday 11th October 2014 15:17 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા બ્રિટન તેમજ ખાસ કરીને લંડનમાં વસતા ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ અને સ્નેહ મિલનનું આયોજન આગામી શનિવાર તા. ૮-૧૧-૨૦૧૪ના રોજ બપોરે ૩-૦૦થી સંગત કોમ્યુનીટી સેન્ટર, સનક્રોફ્ટ રોડ, અોફ લોકેટ રોડ, હેરો વિલ્ડસ્ટોન HA3 7NS ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં અમે સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી અમારી જાતને ધન્ય માનીશું અને ગીત સંગીતમય મનોરંજક કાર્યક્રમો સહિત અન્ય કાર્યક્રમો દ્વારા સાચા અર્થમાં પિતૃતર્પણ કરવા સાથે શાકાહારી ભોજનનો આનંદ ઉઠાવીશું. આપ અથવા આપના માતા - પિતા કે સ્વજન જો ૮૫ વર્ષ કે તેથી વધુ વયના હોય તો તેમની સંપૂર્ણ માહિતી, તેમની તસવીર અમને તા. ૧૫-૧૦-૨૦૧૪ પહેલા મોકલી અપવા વિનંતી છે. ગત તા. ૧૫-૧૦-૨૦૧૧ના રોજ યોજાયેલા આવાજ કાર્યક્રમમાં અમને ૫૦ જેટલા વડિલોનું સન્માન કરી ઋણ અદા કરવાનો મોકો મળ્યો હતો. વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ ઇમેઇલ: [email protected] ફોન 020 7749 4001 અથવા 07875 229 211.


    comments powered by Disqus