સિદ્ધાર્થ ભટ્ટે એમબીએનો અભ્યાસ કર્યો છે. સિદ્ધાર્થે તેના મિત્ર ઝરક શેખ સાથે મળીને લેટ અસ બી ઓન વેબસાઇટ બનાવી. આ વેબસાઇટની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ અંગ્રેજી ભાષા સહિતની ભાષાઓનો જાણકાર ન હોય તો પણ તે અંગ્રેજી ઉપરાંત વિશ્વની ૩૭ ભાષાઓમાં આ વેબસાઇટ દ્વારા ચેટીંગ કરી શકે છે. આ અંગે સિદ્ધાર્થ જણાવે છે કે ચેટ કરનારે ચેટબોક્સમાં માત્ર અંગ્રેજી લિપિમાં લખવાનું રહે છે, જેનો તમે પસંદ કરેલી ભાષામાં આપોઆપ અનુવાદ થઈ જાય છે. સંગીતપ્રેમી યુવાનો તેમને મનગમતુ પ્લેલિસ્ટ અહીં તૈયાર કરી શકે છે. મોબાઇલ પર જેમ કોન્ફરન્સ કોલ પર એકસાથે બેથી વધુ વ્યક્તિ વાત કરી શકે તેમ આ વેબસાઇટ પર વ્હાઇટ બોર્ડની મદદથી બે કે તેથી વધુ વ્યક્તિ તેમના વિચારોનું આદાનપ્રદાન કરી શકે છે. ચાર વર્ષમાં જ આ વેબસાઇટ સાથે વિશ્વના ૫૦ લાખથી વધુ યુઝર્સ જોડાયેલા છે. આ વેબસાઇટ પર તમને તમારી પ્રોફાઇલ હાઈડ કરવાનો વિકલ્પ મળે છે.