પિતા Ukipના ઉમેદવાર હતા. વિધામના સાંસદ પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ગઠબંધનના અસ્તિત્વ માટેનું કારણ હવે અસરકારકપણે પૂર્ણ થઈ ગયું છે. યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટીમાં જોડાવા તમારો સંપર્ક કરાયો છે તેવાં પ્રશ્નનો ઉત્તર આપવાનું નકારતાં તેમણે કહ્યું હતું કે, ‘અહીં આ મુદ્દો નથી તમારે જે સમજવું હોય તે સમજી શકો છો.’ તેમણે આ બાબતનો સ્પષ્ટ ઈનકાર નહિ કરતાં Ukipના સભ્યો દ્વારા પક્ષાન્તર માટે તેમનો આવો સંપર્ક કરાયાની શક્યતા બળવત્તર બની છે.