દીપાવલિ પર્વના કાર્યક્રમો
- ધનતેરસ – ધનપૂજન: તા. ૨૧-૧૦-૧૪ મંગળવાર * કાળીચૌદશ તા. ૨૨-૧૦-૧૪ બુધવાર
- * દિવાળી - શારદાપૂજન : તા. ૨૩-૧૦-૧૪ ગુરૂવાર * નૂતન વર્ષ તા. ૨૪-૧૦-૧૪ શુક્રવાર
BAPS સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમો
BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકેના વિવિધ મંદિર ખાતે દીપાવલિ પર્વના કાર્યક્રમોનું નીચે મુજબ આયોજન કરવામાં આવ્યું છે.
* BAPS સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે મંગળવાર તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલી પર્વ પ્રસંગે સાંજે ૬થી ૭-૩૦ ચોપડા પૂજન અને રાત્રે ૮-૩૦થી ૯ દરમિયાન આતશબાજી થશે. શુક્રવાર તા. ૨૪ના રોજ અન્નકૂટ દર્શન બપોરે ૧૨થી રાતના ૯ દરમિયાન થશે. અન્નકૂટ આરતી બપોરે ૧૨ કલાકે અને રાતના ૯ સુધી દર અડધા કલાકે આરતી થશે.
સુરક્ષાના કારણોસર મંદિર પરિસરમાં બેગ - કેમેરા વગેરે લઇ જઇ શકાશે નહિં. જે યોગી હોલ, સ્વામિનારાયણ સ્કૂલમાં ડીપોઝીટ કરી શકાશે. પાર્કિંગની વ્યવસ્થા વેમ્બલી સ્ટેડીયમના ગ્રીન કાર પાર્કમાં મફત કરવામાં આવી છે. જ્યાંથી શટલ બસ સેવાનો તેમજ નીસડન સ્ટેશનથી મંદિર સુધી આવવા માટે ગુરૂવારે સ્પેશ્યલ દિવાળી બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસ નંબર ૨૦૬ અને ૨૨૪ની સેવા પણ બન્ને દિવસે મળશે. બન્ને દિવસ દરમિયાન ગરમ નાસ્તાનો લાભ મળશે.
BAPS યુકેના અન્ય મંદિરોમાં સોમવાર તા. ૨૪ અોક્ટોબરના રોજ અન્નકૂટ દર્શન સહિતના અન્ય કાર્યક્રમો આ મુજબ છે. * બર્મિંગહામ: તા. ૨૩ ગુરૂવારે દીવાળિ પ્રસંગે ચોપડા પૂજન સાંજે ૬-૩૦થી ૭-૩૦, આતશબાજી સાંજે ૮-૩૦થી શરૂ થશે. તા. ૨૪ શુક્રવારે અન્નકૂટ દર્શન બપોરે ૧૨થી રાતના ૮. દર અડધા કલાકે આરતી થશે. * કોવેન્ટ્રી: બપોરે ૧૨થી સાંજના ૭ * લીડ્ઝ: બપોરે ૧૨થી રાતના ૮ * લેસ્ટર: બપોરે ૧૨થી રાતના ૮ * લાફબરો: બપોરે ૧થી રાતના ૮ * લુટન: સવારે ૧૧-૩૦થી સાંજના ૭ * આશ્ટન – માંચેસ્ટર: બપોરે ૧૨થી સાંજના ૭ * નોટીંગહામ: બપોરે ૧થી રાતના ૮ * સાઉથેન્ડ અોન સી: બપોરે ૧૨થી રાતના ૮ * વેલિંગબરો: સવારે ૧૧થી સાંજના ૭-૩૦. વધુ માહિતી માટે જુઅો www.londonmandir.baps.org ફોન નં. 020 8965 2651.
ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન
- ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે દીપાવલિ પર્વ પ્રસંગે રવિવાર તા. ૧૯ અોક્ટોબર આરતી થાળી સુશોભન અને રંગોળી હરિફાઇ બપોરે ૨-૩૦ કલાકે * ૧૮ શનિવારે બપોરે ૪થી બાળકો માટે દીવાળી પાર્ટી, તા. ૨૩ ગુરૂવાર દીવાળીની સાંજે ૬-૩૦ કલાકે આતશબાજી અને અને ૭-૩૦ અલ્પાહાર થશે. * તા. ૨૩ ગુરૂવારે ચોપડા પૂજન રાત્રે ૮-૩૦થી ૯. * તા. ૨૪ શુક્રવારે નૂતનવર્ષ પ્રસંગે અન્નકૂટ થશે. સવારની આરતી ૮ કલાકે, અન્નકૂટ, રાજભોગ અને આરતી બપોરે ૧-૦૦ અને પ્રસાદ બપોરે ૨ કલાકે મળશે. * તા. ૨૬ બપોરે ૩થી ૬ શ્રી સાધ્વી જયશ્રીદાસ માતાજી તરફથી સંતવાણી - બજન. સંપર્ક: 01772 253 901.
અનુપમ મિશનના દીપાવલિના કાર્યક્રમો
- અનુપમ મિશન, બ્રહ્મ જ્યોતિ, શ્રી સ્વામિનારાયણ સ્પિરીચ્યુઅલ કલ્ચરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ UB9 4NA ખાતે દીપાવલિ પ્રસંગે પૂ. સાહેબજીની ઉપસ્થિતીમાં તા. ૨૩ અોક્ટોબર ગુરૂવારે સાંજે ૬-૩૦થી ૮-૩૦ લક્ષ્મી પૂજન - શારદા પૂજન અને પ્રસાદ. * શુક્રવાર તા. ૨૪ બપોરે ૧૨ થાળ, ૧૨-૩૦ પ્રથમ અન્નકૂટ આરતી અને તે પછી દર અડધા કલાકે બપોરે ૪ સુધી આરતી થશે. બપોરે ૪ નૂતન વર્ષ સભા અને સાંજે ૬ કલાકે છેલ્લી આરતી થશે. * શનિવાર તા. ૨૫ સાંજે ૬-૩૦થી ૮-૩૦ કિર્તન સંધ્યા અને ભાઇબીજની ઉજવણી થશે. ઉત્સવ દરમિયાન દરરોજ મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 01895 832 709.
- શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ, ૩૯-૪૫ અોલ્ડફીલ્ડ લેન, UB6 9LB ખાતે તા. ૨૧ મંગળવારે ધનતેરસ, તા. ૨૨ બુધવારે કાળીચૌદશ, તા. ૨૩ ગુરૂવારે દિવાળી પ્રસંગે ચોપડા પૂજન અને આરતી રાત્રે ૮થી ૧૦. નૂતન વર્ષ અને અન્નકૂટ દર્શન શુક્રવારે તા. ૨૪ના રોજ સવારે ૯થી ૧૨ અને બપોરે ૧થી ૮. સંપર્ક: 020 8578 8088.
- ધ બ્રાહ્મીન સોસાયટી નોર્થ લંડન દ્વારા સંસ્થાની ૪૦ વર્ષની ઉજવણી - દીપાવલી મિલનનું આયોજન તા. ૧-૧૧-૧૪ના રોજ ગ્રીનફર્ડ હોલ, રાયસ્લીપ રોડ, ગ્રીનફર્ડ UB6 9QN ખાતે સાંજે ૬-૩૦થી ૧૧ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભવ્ય મનોરંજક કાર્યક્રમ રજૂ થશે. સંપર્ક: વિનોદ મહેતા 07770 730 202 અને વંદના જોશી 07944 913 208.
- અોશવાલ મહાજન વાડી, ૧ કેમ્પબેલ રોડ, વેસ્ટ ક્રોયડન ખાતે તા. ૧૯-૧૦-૧૪ રવિવારના રોજ દીપાવલિ મહોત્સવની શાનદાર ઉજવણી થશે. આ પ્રસંગે બપોરે ૨થી ૩-૧૫ રંગોળી, બપોરે ૨-૨૦થી ૩-૨૦ દહેરાસરમાં આરતી, બપોરે ૩-૩૦થી ૫-૦૦ વરાયટી શો, સાંજે ૫-૧૫થી ૫-૪૫ રેફલ ડ્રો અને સાંજે ૬થી ૭-૩૦ ડીનરનો લાહ્વો મળશે. સંપર્ક: કમલ શાહ ????
- કરમસદ સમાજ યુકેનું દીવાળી મિલન, એજીએમ અને મ્યુઝીકલ ઇવનીંગનો કાર્યક્રમ તા. ૨-૧૧-૧૪ રવિવારના રોજ બાર્નહિલ કોમ્યુનિટી હાઇસ્કૂલ, યેડીંગ લેન, હૈઝ UB4 9LE ખાતે કરવામાં આવ્યું છે. સર્વે કરમસદવાસીઅોને, તેમની બહેન દિકરીઅોને પૂરા પરિવાર સાથે પધારવા નિમંત્રણ છે. સંપર્ક: મહેન્દ્રભાઇ પટેલ 07956 458 872.
- જાસ્પર સેન્ટર, ફોર્મર હેરો મેજીસ્ટ્રેટ કોર્ટ, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે તા. ૨૩ અોક્ટોબર ગુરૂવારે મંદિર ખુલશે અને તા. ૨૪ શુક્રવારે અનન્કૂટનો લાભ મળશે. સંપર્ક: 020 8861 1207.
- કિંગ્સબરી શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી મુક્તજીવન સ્વામીબાપા કોમ્પલેક્સ, કિંગ્સબરી રોડ, લંડનNW9 8AQ ખાતે તા. ૧૯ અોક્ટોબર રમા એકાદશી, તા. ૨૦ વાઘબારસ, ગુરૂવાર તા. ૨૩ સદગુરૂ દિન અને દીવાળી ઉત્સવની ઉજવણી સાંજે ૬થી ૯ આરતી અને ચોપડા પૂજન સાંજે ૭, શુક્રવાર તા. ૨૪ નૂતન વર્ષ અને અન્નકૂટ સવારે ૬થી રાતના ૯, દર અડધા કલાકે આરતી બપોરે ૧૨થી ૭. રવિવાર તા. ૨૬ સવારે ૯-૩૦થી ૧૨-૩૦ અને બપોરે ૨થી ૪ રક્ત દાન શિબીરનું આયોજન કરાયું છે. સંપર્ક: swaminarayangadi.com/london
- ચક-89 દ્વારા ૧૦૫ બોન્ડ સ્ટ્રીટ, મીચમ, સરે CR4 3HG ખાતે તા. ૨૫ અોક્ટોબર શનિવારના રોજ સાંજના ૬-૩૦થી મોડે સુધી દિવાળી ડીનર એન્ડ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે થ્રી કોર્સ ડીનર, ડીજે સુરિન્દર, કેરીઅોકે અને લાઇવ ગીતો રજૂ કરાશે. * તા. ૨૫-૧૦-૧૪ શનિવારે મેલેનિયમ ગ્લોસ્ટર હોટેલ, ૪-૧૮ હેરિંગ્ટન ગાર્ડન, કેન્સિંગ્ટન, લંડન SW17 4LHખાતે નવિન કુંદ્રાના સ્પેશ્યલ પર્ફોમન્સ સાથે ડીજે ગીત સંગીત અને દીવાલી ડીનરનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8646 2177 અને www.chak89.com
- વાંઝા સમાજ યુકે દ્વારા તા. ૭-૧૨-૧૪ રવિવારના રોજ નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હૈઝ UB3 1AR ખાતે બપોરે ૧થી ૬ દરમિયાન દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: સુનિતા ચુડાસમા 07946 458 610.
- ઇસ્કોન સાઉથ લંડન દ્વારા દીવાલી ફેસ્ટીવલ અોફ લાઇટ કાર્યક્રમનું આયોજન તા. ૧૮ અોક્ટોબર સાંજેના ૬થી આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મિચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રામાયણ નાટક, ભજન, નૃત્ય, ડીનરનો લાભ મળશે. સંપર્ક: નાભિનંદનદાસ 07545 318 772.
- જલારામ જ્યોત, વાસ્પ, રેપ્ટોન એવન્યુ, સડબરી, વેમ્બલી, HA0 3DW ખાતે દીવાળી મહોત્સવ પ્રસંગે ચોપડા પૂજન- ગુરૂવાર તા. ૨૩ અોક્ટોબર રાતના ૯થી ૧૦.૩૦ સુધી. (તમારું સ્થાન અત્યારે જ નોંધાવો), * અન્નકૂટ- શુક્રવાર તા. ૨૪ બપોરના ૨.૩૦થી રાતના ૯ સુધી. * સરસ્વતી સન્માન- શુક્રવાર તા. ૨૪ સાંજના ૭.૩૦ કલાકે. * ૨૧૫મી જલારામ જયંતી ઉત્સવની ઉજવણી પ્રસંગે ગુરૂવાર તા. ૩૦ અોક્ટોબર ના રોજ સવારના ૧૦થી સાંજના ૬ સુધી ભજન અને બાવની, સાંજના ૭ કલાકે કેક કટિંગ અને ૨૧૫ મીણબત્તી પ્રગટાવાશે. ૭.૩૦ આરતી અને ભજન રાતના ૧૦ સુધી. * રવિવાર તા. ૨-૧૧-૧૪ બપોરના ૨.૩૦થી સાંજના ૬.૦૦ સુધી ભજન અને તે પછી પ્રસાદનું વિતરણ કરાશે. ભજન પારસ બોરખતરીઆ અને સંગીત સરિતા ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. ટેલીફોનઃ 020 8902 8885,
- રેડબ્રીજ એશિયન મંડળ – રામ દ્વારા તા. ૭-૧૧-૧ 4ના રોજ બપોરે ૧૨-૩૦થી ૫-૩૦ દરમિયાન પ્રબા બેન્કવેટીંગ સ્યુટ, ૩૦૦-૩૧૦ હાઇ રોડ, ઇલફર્ડ IG1 1OW ખાતે દીવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીત-સંગીત, મનોરંજક કાર્યક્રમો અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: અોધવજીભાઇ મગુડીયા 020 8590 9834.
- રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા તા. ૩૦-૧૦-૧૪ના રોજ બપોરે ૧-૩૦થી ૪ દરમિયાન દીપાવલિ ઉત્સવનું આયોજન VHP મંદિર, ઇલફર્ડ હિન્દુ સેન્ટર, ૪૩ ક્લીવલેન્ડ રોડ, ઇલફર્ડ IG1 1EE ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ગીત સંગીત અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: સૂર્યકાંતભાઇ પટેલ 020 8270 2303.
- નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ (NCGO) દ્વારા તા. ૭-૧૧-૧૪ના રોજ રાત્રે ૮થી મોડે સુધી કડવા પાટીદાર હોલ, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે દીવાળી મિલન અને લાઇવ મ્યુઝીક, બફે ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: શરદભાઇ પરીખ 07734 915 211.
- પંકજ સોઢા અને ગેલેક્ષી શો દ્વારા સત ૧૦મા વર્ષે દીવાળી ફેસ્ટિવલનું આયોજન તા. ૧૮ અોક્ટોબર શનિવાર અને તા. ૧૯ રવિવારના રોજ સવારના ૧૦થી રાતના ૮ સુધી બાયરન હોલ હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નચ બલીયેના વિજેતા તેમજ ટીવી સીરીયલના કલાકારો આમીર અને સંજીદા સાથે ડાન્સ કરવાનો અને ગુજરાતી અભિનેત્રી મમતા સોનીને મળવાનો લાભ મળશે. આ ઉપરાંત વિવિધ ચીજ વસ્તુઅોની ખરીદી, નાચ ગાન મનોરંજન અને ખાણીપીણીનો લાભ મળશે. સંપર્ક: 07947 561 947.
- લલિતા કુંજ, વાસ્પ, રેપ્ટોન એવન્યુ, સડબરી, વેમ્બલી, મિડલસેક્સ HA0 3DW ખાતે દીવાળી મહોત્સવ પ્રસંગે ગુરૂવાર તા. ૨૩ અોક્ટોબરના રોજ કાનજગાઇ (હાઠડી) સાંજે ૬થી ૭, શુક્રવાર થા. ૨૪ રાજભોગ દરમિયાન બપોરે ૧૨થી ૧, અન્કૂટ દર્શન સાંજે ૪થી ૯ અને મહાપ્રસાદ સાંજે ૪થી ૮ મળશે. શનિવાર તા. ૨૫ ભાઇ બીજ લોટી ઉત્સવ બપોરે ૧૨થી ૧. સંપર્ક: હવેલી 020 8793 3254.
- * આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે કાળિ ચૌદશ તા. ૨૨-૧૦-૧૪ના બુધવારના રોજ આખી રાત્રી દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆત સાંજે ૬ કલાકે ડીનર સાથે થશે અને બીજે દિવસે ગુરૂવારે સવારે કાર્યક્રમ પૂર્ણ થશે. સ્પોન્સરર રાજેશ ગોહિલ છે. સંપર્ક: 07882 253 540.
- * શ્રી વેંકટેશ્વર બાલાજી મંદિર, ડડલી રોડ, ટ્વીડેલ, બર્મિંગહામ B69 3DU ખાતે રવિવાર તા. ૨૬-૧૦-૧૪ના રોજ બપોરે ૩-૩૦થી મોડી સાંજ સુધી દીવાળિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે રિસેપ્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, પીસ વોક અને સાંજે ૬ કલાકે આતશબાજી થશે. સંપર્ક: 0121 544 4417.
- * બ્રહ્મભટ્ટ સમાજ યુકે દ્વારા તા. ૨૫-૧૦-૧૪ શનિવારના રોજ સાંજે ૬-૩૦થી ૧૧ દરમિયાન ધ કોમ્પટન સ્કૂલ, સમર્સ લેન, નોર્થ ફિંચલી, લંડન N12 0QG ખાતે દીવાળી મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્નેહમિલન, રીફ્રેશમેન્ટ, એજીએમ, ડીનર અને મનોરંજક કાર્યક્રમની મજા માણવા મળશે. ગ્રેજ્યુએટ થયેલા યુવાન – યુવતીઅોને સંપર્ક કરવા વિનંતી. સંપર્ક: સુનિલ ઇનામદાર 020 8902 7485.
- સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ગુર્જર હિન્દુ યુનિયન, ઇફિલ્ડ એવન્યુ, ઇફિલ્ડ, ક્રોલી RH11 7LZ ખાતે તા. ૨૩-૧૦-૧૪ સાંજે ૭-૩૦ કલાકે દીપાવલિ પર્વે આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨-૧૧-૧૪ રવિવારના રોજ તુલસી વિવાહ થશે. બપોરે ૨ કલાકે ડીનરનો લાભ મળશે. સંપર્ક: 01293 530 105.
- શ્રી વલ્લભનિધી યુકે શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TA ખાતે ધનતેરસ મંગળવાર તા. ૨૧ અોક્ટોબર. કાળી ચૌદશ પ્રસંગે ૫૧ હનુમાન ચાલિસાના પાઠ બુધવાર તા. ૨૨ના રોજ થશે. દિવાળી ગુરૂવાર તા. ૨૩ ચોપડા પૂજન સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦. નૂતન વર્ષ અને અન્નકૂટ દર્શન શુક્રવાર તા. ૨૪ સોમવારે સવારે ૬થી રાતના ૮. તુલસી વિવાહ તા. ૩ નવેમ્બર સોમવારના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે ઉજવાશે. સંપર્ક: 020 8903 7737 * લેટન સ્ટોન શ્રીનાથજીની હવેલી ખાતે તા. ૨૧ મંગળવારે ધનતેરસ / લક્ષ્મી પૂજા થશે. ગુરૂવાર તા. ૨૩ રામ મંદિર ખાતે ચોપડા પૂજન સાંજે ૬-૧૦થી ૭-૧૦ તેમજ હાટડીના દર્શન શ્રીનાથજી મંદિર ખાતે સાંજે ૭થી રાતના ૮. શુક્રવાર તા. ૨૪ નૂતન વર્ષ પ્રસંગે બપોરે ૧થી રાતના ૯ રામ મંદિરમાં અન્નકૂટ દર્શન અને ગોવર્ધન પૂજા બપોરે ૧૨થી ૧ અને શ્રીનાથજીના મંદિરમાં અન્નકૂટ દર્શન બપોરે ૪-૩૦થી ૯. શનિવારે તા. ૨૫ યમુનાજી લોટી ઉત્સવ બપોરે ૧૨થી ૧ શ્રીનાથજી મંદિરમાં થશે. સોમવાર તા. ૩ નવેમ્બર તુલસી વિવાહ બપોરે ૧૨થી ૨ શ્રીનાથજી મંદિરમાં થશે. સંપર્ક: 020 8989 7539.
- ઇન્ડિયન હિન્દુ વેલ્ફેર અોર્ગેનાઇઝેશન દ્વારા તા. ૧૮-૧૦-૧૪ના રોજ દીવાળી ઉત્સવનું આયોજન શનિવાર તા. ૧૮-૧૦-૧૪ના રોજ બપોરે ૧થી રાતના ૮ દરમિયાન માર્કેટ સ્કવેર, એબિંગ્ટન સ્ટ્રીટ, નોર્ધમ્પટન ટાઉન સેન્ટર NN1 2DN ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખાણીપીણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવચનો દીવાળી યાત્રા દિવાલી લાઇટસ સ્વીચ અોન કરાશે. સંપર્ક: નીલમ 07791 618 450.
- રાધાકૃષ્ણ શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, SW12 9AL ખાતે દિપાવલી ઉત્સવ પ્રસંગે શુક્રવાર તા. ૨૪-૧૦-૧૪ બપોરે ૧૨થી રાતના ૯-૩૦ અન્નકૂટ દર્શન થશે. બપોરે ૧૨, સાંજે ૭ અને રાત્રે ૯ કલાકે આરતી થશે. તા. ૨૫ બપોરે ૧થી ૪ ભાઇબીજ સત્સંગ અને તા. ૩-૧૧-૧૪ સવારે ૧૦થી બપોરના ૨ દરમિયાન તુલસી વિવાહ થશે. સંપર્ક: 020 8675 3831.
- લાયન્સ ક્લબ અોફ લંડન ગોલ્ડર્સ ગ્રીન દ્વારા તા. ૨૬-૧૦-૧૪ના રોજ ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે બપોરે ૧ થી દીવાળી મિલન અને બપોરે ૩થી સમર્થનમ સુનાઢા ગૃપના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: મોનિકા 020 8204 2228.