NAPS દ્વારા સરદાર પટેલ જયંતિની તા. ૩૧ના રોજ ઉજવણી થશે
નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણીનું આયોજન તા. ૩૧-૧૦-૨૦૧૪ શુક્રવારના રોજ સાંજે ૬-૪૫ કલાકે NAPS હોલ, ૨૬બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે કરવામાં આવ્યું છે.
સમારોહના પ્રારંભે ડીનર થશે અને તે પછી વિિવધ અગ્રણીઅો સરદાર વલ્લભભાઇ પટેલના યોગદાન વિષે પ્રવચન કરશે. આ કાર્યક્રમમાં સર્વેને પધારવા નિમંત્રણ છે. સંપર્ક: પ્રવીણભાઇ અમીન 020 8337 2873.
૦૦૦૦૦૦૦૦૦
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૯-૧૦-૧૪ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર સંજયભાઇ અને આરતીબેન વાસવાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
- ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે શુક્રવાર તા. ૩૧-૧૦-૧૪ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે 'પત્ની પધરાવો સાવધાન' નાટકના શોનું આયોજન કરાયું છે. શનિવાર તા. ૧-૧૧-૧૪ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે શિવાલી ભામર અને ઘૃપના ભજનનું આયોજન કરાયું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124.
- શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ યુરોપ, ફોર્ટી એવન્યુ, ધ એવન્યુના જંકશન પર, વેમ્બલી HA9 9PE ખાતે વિખ્યાત અભિનેતા રાજેશ ખન્નાને સ્મરણાંજલિ અર્પણ કરવા ભાઇબીજ સ્પેશ્યલ કાર્યક્રમનું આયોજન તા. ૨૫-૧૦-૧૪ના રોજ શનિવારે સાંજે ૬-૩૦થી ડીનર સાથે કરવામાં આવ્યું છે. સંપર્ક: જ્યોત્સના 07904 722 575.
૦૦૦૦૦૦૦૦૦૦૦
અવસાન નોંધ
અાણંદ સ્થિત મીલસેન્ટ ગ્રુપના સ્થાપક અને શ્રી ચરોતર મોટી સત્તાવીશ પાટીદાર કેળવણી મંડળના સર્વોત્કૃષ્ટ એવા "દાન ભાસ્કર" પુરસ્કારથી નવાજિત શ્રી જશભાઇ મગનભાઇ પટેલનું તા. ૧૦ અોકટોબરના રોજ નિધન થયું છે. સદગતને અંજલિ અાપવા તા. ૧૪ ઓકટોબર ૨૦૧૪ને મંગળવારના રોજ ચારૂસેટ યુનીવર્સીટી કેમ્પસ ખાતે શ્રધ્ધાંજલિ સભા યોજાઈ હતી.
૦૦૦૦૦૦