તેમણે સ્ટેફર્ડ સિટી કાઉન્સિલ, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ અને થ્રી રિવર્સ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના વિવિધ વિભાગોનું સફળ સંચાલન કર્યું છે. હાલ તેઓ પોતાની કન્સલટન્સી હેટળ સસ્ટેઈનેબલ ટ્રાન્સપોર્ટ, પર્યાવરણીય સુધારાઓ, માર્ગ સુરક્ષા, ક્લાઈમેટ ચેઈન્જ અને સ્વસ્થ જીવન સંબંધિત પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલાં છે. ભરત નાટ્યમ વિશારદ તૃપ્તિબહેને પુરુષ પ્રભુત્વ હેઠળના ક્ષેત્રોમાં સફળતા મેળવી તમામ સ્ત્રીઓ માટે આદર્શ સ્થાપિત કર્યો છે. તેઓ પોતાના કૌશલ્યનો સ્વૈચ્છિક લાભ વિવિધ ચેરિટી સંસ્થાઓને પણ આપી રહ્યાં છે.
તૃપ્તિબહેને પોતાની નિયુક્તિ અંગે જણાવ્યું હતું કે, ‘ મેં HFB ની સ્થાપના કાળથી રીજિયોનલ સેક્રેટરી તરીકે HFB એક્ઝિક્યુટિવમાં તેમ જ 2005થી વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી છે. હવે મને આ સ્તરે કોમ્યુનિટીની સેવા કરવાનું માન અને ગૌરવ અપાયું છે. એક અદભૂત સમાજ તરીકે હિન્દુઓ આપણા દેશના જીવન અને કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે તે માટે મારી ચોકસાઈ રહેશે. હિન્દુ સમાજનું સન્માન જળવાય એટલું જ નહિ, આપણા હાર્દસમાન મૂલ્યો સમગ્ર સમાજ માટે માર્ગદર્શક બની રહે તે પણ મહત્ત્વનું છે.’