વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી ભાજપે ૧૩૫ બેઠકો માગી હોવાનો એકરાર ઉદ્ધવ ઠાકરેએ કરતાં તેટલી બેઠકો આપવા શિવસેના તૈયાર ન હોવાની જાહેરાત કરતાં બંને પક્ષોનું ભંગાણ નિશ્ચિત છે. ઉદ્ધવે જણાવ્યું હતું કે ભાજપને ૨૫ વર્ષથી ૧૧૭ બેઠકો મળે છે અને હવે તેઓ ૧૩૫ બેઠકો માગે છે, પરંતુ આ માગણી મેં ફગાવી છે. બીજી તરફ સત્તાધારી ગઠબંધન કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી વચ્ચે બેઠકો માટે ખેંચતાણ ચાલુ થઇ છે. એનસીપીએ ૧૪૪ બેઠકોની માગણી કરતાં તેને કોંગ્રેસે ફગાવીને ફક્ત ૧૨૮ બેઠક આપવાની તૈયારી દાખવી છે.