આ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે સુરતથી એમિરાત એરલાઇન્સની તેની વિમાની સેવા શરૂ કરવા અંગે કાર્યરત છે. જે સંદર્ભમાં કેન્દ્ર સરકાર સાથે જરૂરી નિર્ણય માટે ગુજરાત સરકાર મદદ કરશે, તેવી હૈયાધારણ મુખ્ય પ્રધાને તેમને આપી હતી.
શેખે જણાવ્યું હતું કે, એમિરાત એરલાઇન્સ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભારત-ગુજરાત આવે તે માટે એમની એરલાઇન્સ રાજ્યના પ્રવાસન વિભાગ સાથે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં સમજૂતી કરાર કરવા તત્પર છે.સૂત્રોના જણાવ્યા મુજબ એમિરાત એરવેઝે દુબઈ માટે વાયા મુંબઈ-સુરત અને વડોદરાને સાંકળતી ફ્લાઈટ જાન્યુઆરીમાં શરૂ કરવા તૈયારી દર્શાવી છે. પણ કંપની વ્યવસાયવેરો અને ફ્યુઅલ સરચાર્જમાંથી મુક્તિ આપવાની માગ કરે છે. એટલે કે ગુજરાતમાં એમિરાત એરવેઝ જે ટિકિટ વેચે તથા એર ટર્બાઈન ફ્યુઅલ ભારતીય કંપની પાસેથી ભરે તેની ઉપર ગુજરાત સરકારે કોઈપણ પ્રકારનો ટેક્ષ વસૂલવો નહીં તેવી શરત મુકી છે.