કિથ વાઝની ડાઈવર્સિટી નાઈટ

ધીરેન કાટ્વા Friday 12th December 2014 10:27 EST
 
 

સોમવારે માન્ચેસ્ટરમાં યાંગ સિંગ રેસ્ટોરાંમાં પ્રથમ વખત આયોજિત વાર્ષિક ડાઈવર્સિટી નાઈટમાં મેં હાજરી આપી હતી. તેઓ લેબર પાર્ટીની કોન્ફરન્સના ભાગરુપે દર વર્ષે ડાઈવર્સિટી નાઈટનું યજમાનપદ શોભાવે છે.
સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઊજવણી તરીકે ઓળખાવાયેલી ઉત્સાહી સાંજે ભોજન, નૃત્યો, સંગીત નેટવર્કિંગ અને અન્ય ઘણી બાબતોની રેલમછેલ હતી. આ પ્રસંગે વક્તાઓમાં એડ બોલ્સ, ચૂકા ઉમન્ના, હેરિયેટ હર્માન અને સાદિક ખાન જેવા સાંસદો, ભારત અને ચીનના હાઈ કમિશનરોનો સમાવેશ થયો હતો. કોરોનેશન સ્ટ્રીટના દેવ અને સુનીતાને એવોર્ડ્ઝ એનાયત કરાયાં હતાં.
ડાઈવર્સિટી નાઈટ એક એવો મંચ છે, જ્યાં ચાઈનીઝ, આરબ, આફ્રિકન, તામિલ અને ભારતીય ઉપખંડમાંથી પ્રતિનિધિત્વ કરતા સમુદાયો અને જૂથો એકત્ર થાય છે. તેમની દૃષ્ટિ અને ધ્યેય લોકોને તેમના મતભેદોને ધ્યાનમાં લીધા વિના તેમના સામાન્ય રસ અને હિતો થકી એકબીજોને સાંકળવા ઉપરાંત, મહાન બ્રિટનની આશામાં તમામ લોકો વચ્ચે શાંતિ અને સંવાદિતાને ઉત્તેજન આપવાનું છે.


comments powered by Disqus