કેમરન કરતા GPની કમાણી વધુ

Saturday 13th December 2014 07:08 EST
 

હેલ્થ એન્ડ સોશ્યલ કેર ઈન્ફર્મેશન સેન્ટરના આંકડાઓ અનુસાર ૨૦૧૨-૧૩માં કુલ ૩૪૩૦ જનરલ પ્રેક્ટિશનર્સ (GP)ની કમાણી ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ હતી, જે સેલ્ફ-એમ્પ્લોઈડ GPના ૧૦.૫ ટકા છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન ડેવિડ કેમરનનું વાર્ષિક વેતન ૧૪૨,૫૦૦ પાઉન્ડ છે.
સરકારી આંકડા અનુસાર ૬૩૦ GPને બે લાખથી વધુ પાઉન્ડની ચૂકવણી થઈ હતી, જ્યારે ૧૬૦ GPની કમાણી ૨૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ હતી. કેમ્પેઈનર્સે ટીકા કરતા કહ્યું હતું કે, જે પેશન્ટ્સને તેમના GPની એપોઈન્ટમેન્ટ લેવામાં તકલીફ પડે છે તેમના મનમાં આટલા મોટા વેતનથી સ્વાભાવિકપણે જ રોષ પ્રગટશે.
સરકારી આંકડાઓમાં પુરુષ અને સ્ત્રી તબીબના વેતનમાં અસમાનતા પણ ખુલ્લી પડી છે. પુરુષ તબીબને સરેરાશ ૧૦૯,૪૦૦ પાઉન્ડ વેતન ઉપરાંત, ઓફિસ ખર્ચ અને સ્ટાફના પગાર માટે બીજા ૧૬૯,૦૦૦ પાઉન્ડ ચૂકવાય છે. જ્યારે સ્ત્રી ડોક્ટરને ૭૩,૮૦૦ પાઉન્ડનું વેતન અને ઓફિસ ખર્ચ તથા સ્ટાફના પગાર માટે બીજા ૧૦૧,૧૦૦ પાઉન્ડ મળે છે.


comments powered by Disqus