ચના-પાલક પેટીસ

Saturday 13th December 2014 06:24 EST
 
 

સામગ્રીઃ અઢી કપ બાફેલા કાબુલી ચણા • એક નાની ઝૂડી પાલક ઝીણી સમારેલી • એક ચમચી શેકેલા જીરાનો પાઉડર • એક ચમચી લાલ મરચું • ચારથી પાંચ કળી લસણ • ત્રણથી ચાર ભાવનગરી મરચાં સમારેલાં • મીઠું સ્વાદ પ્રમાણે • અડધી ચમચી લીંબુનો રસ • એક ચમચો • ચણાનો લોટ • તળવા માટે તેલ

રીતઃ બાફેલા કાબુલી ચણા, શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચું, ભાવનગરી મરચાં, લસણની કળી, લીંબુનો રસ અને મીઠું લઈને મિક્સરમાં એને અધકચરું વાટી લો. વાટેલા મિશ્રણને એક બાઉલમાં કાઢી લો અને તેમાં ચણાનો લોટ તથા ઝીણી સમારેલી પાલક બરાબર મિક્સ કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. પેટીસને ગરમ તેલમાં ધીમા તાપે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. એને સર્વિંગ પ્લેટમાં કાઢીને ફુદીનાની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.


comments powered by Disqus