આ પ્રસંગે ગિનેસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નમો ટી સ્ટોલ એસોસિયેશન દ્વારા એક રેલીનું આયોજન કરી જમ્મુ કાશ્મીરના પૂર પીડિતો માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.
નમો ટી સ્ટોલ એસોસિયેશન અને ભાજપ યુવા મોરચા દ્વારા ૧૪.૩૦ મીટર લાંબું અને ૧૬.૧૦ મીટર પહોળું કાર્ડ તૈયાર કરી ભારતની ૨૩ પ્રાદેશિક ભાષાઓમાં વડા પ્રધાનને શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ ગ્રિટિંગ કાર્ડ માટે ૩.૫ ટન લોખંડનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. પછી આ ગ્રિટિંગ કાર્ડ અને સ્ટ્રક્ચરની હરાજી કરીને જે નાણાં મળે તેને પણ કાશ્મીરના પૂર પીડિતોના રાહત ફંડમાં આપવામાં આવશે.