ક્વીને ‘એ સ્ટેટમેન્ટ ફ્રોમ હર મેજેસ્ટી ધ ક્વીન’ના મથાળા અને એલિઝાબેથ આરના હસ્તાક્ષર સાથેના ખાસ નિવેદનમાં સમગ્ર દેશને સાથે મળી સાચા એકસંપ- સંગઠિત કિંગ્ડમ માટે પ્રયાસ કરવાનો અભૂતપૂર્વ અનુરોધ કર્યો હતો. જનમત અગાઉ, ક્વીને તમામ લોકોને ભવિષ્યનો વિચાર કરી કાળજીપૂર્વક મતદાન કરવાની સલાહ આપી હતી.
ક્વીને તાજેતરના દિવસોમાં અંટસનો સ્વીકાર કરવા સાથે લોકોને એકતાને ખાતર તેમના તીવ્ર મંતવ્યોને બાજુએ રાખવા અનુરોધ કર્યો છે. ૮૮ વર્ષનાં મહારાણીએ સમગ્ર દેશને ‘આપસી આદર અને સમર્થનની ભાવના’ સાથે એકતાનો અનુરોધ કરી ‘સ્કોટલેન્ડ અને દેશના તમામ વિસ્તારોના ભાવિ માટે રચનાત્મક કાર્ય’ની સલાહ આપી હતી. સ્કોટ્સ પ્રત્યે પોતાના ઊંડા સ્નેહને સ્પષ્ટ કરતાં ક્વીને ‘તમને મદદ અને સમર્થન કરવા મારો પરિવાર અને હું જે થઈ શકે તે કરીશું’, તેમ પણ જણાવ્યું હતું. ‘ઘણાં મહિનાઓની ચર્ચા વાદવિવાદ તેમ જ કાળજીપૂર્વકના વિચાર પછી આપણે રેફરન્ડમનું પરિણામ જાણીએ છીએ, અને આ પરિણામનો યુનાઈટેડ કિંગ્ડમના આપણે તમામ આદર કરીશું.