શશિ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરાયા

Saturday 13th December 2014 07:00 EST
 
 

સિરીયલના ૧૫૦૦ એપિસોડ પૂર્ણ 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરીયલને ભવ્ય સફળતા હાંસલ થઈ છે. ૧૭ સપ્ટેમ્બરે આ સિરીયલે ૧૫૦૦ એપિસોડ પૂર્ણ કર્યા છે. ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતા દ્વારા લિખિત હાસ્ય નિબંધો પર આધારિત આ સિરિયલમાં ગુજરાતી પાત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. ૨૮ જુલાઈ, ૨૦૦૮ના રોજ આ સિરિયલનો પ્રથમ એપિસોડ રજૂ થયો ત્યારથી આ સિરીયલ સતત પ્રદર્શિત થઇ રહી છે. 

ઉલ્લેખનીય છે કે આ સિરીયલ જેઠાલાલ, દયા, ટપૂ, પત્રકાર પોપટલાલ જેવા પાત્રો લોકપ્રિય થયા છે. ગોકુલધામ નામની કાલ્પનિક સોસાયટી અને તેમાં રહેતા વિવિધ પાત્રો અને તેમના પરિવારને સાંકળીને રજૂ થયેલી આ સિરિયલને ભારતીય સમાજમાં ઘણો આવકાર મળ્યો છે. આ સિરિયલના કારણે ઘણા ગુજરાતી કલાકારોને રાષ્ટ્રીય ફલક પર નામના મળી છે. સિરિયલ એટલી વખાણાયી છે કે અમિતાભ બચ્ચન પણ પોતાની ફિલ્મના પ્રમોશન માટે સિરીયલમાં આવ્યા હતા.


comments powered by Disqus