ઓરેકલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે કેટ્ઝ કંપનીમાં મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ અને કાનૂની નિર્ણયો સહિતની કામગીરી સંભાળશે. કંપનીમાં તેમના સમકક્ષ માર્ક હર્ડ સેલ્સ, સર્વીસ અને ગ્લોબલ બિઝનેસ યુનિટની કામગીરી સંભાળશે.
૧૯૯૯માં ઓરેકલમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાનાર કેટ્ઝ તેમની કુશળતાને કારણે બહુ ઝડપથી માત્ર સાત જ મહિનામાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટનાં પદ પર પહોંચી ગયાં હતાં. ૨૦૦૪માં તેમને ઓરેકલ કોર્પોરેશનના અધ્યક્ષપદે નિયુક્ત કરાયાં હતાં. એક દાયકા સુધી તેમણે કંપનીના અધ્યક્ષ તરીકેની જવાબદારીઓનું વહન કર્યું હતું. નવેમ્બર ૨૦૦૫થી સપ્ટેમ્બર ૨૦૦૮ સુધી તેણે ઓરેકલના અંતિમ સીએફઓ તરીકે સેવાઓ આપી અને ૨૦૧૧માં ફુલટાઇમ સીએફઓ બન્યાં હતાં. તેઓ ૨૦૦૧થી ઓરેકલના બોર્ડના સભ્ય રહ્યાં હતાં.