સંસ્થા સમાચાર

Wednesday 11th May 2016 09:12 EDT
 

• The LSE SAC-HCI 100 ફૂટ જર્ની ક્લબ, નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલમ્ની યુનિયન યુકે અને પ્રવાસી ભારતના ઉપક્રમે ‘ધ વન્ડર ધેટ ઈઝ ઈન્ડિયન ઈલેક્શન્સ, ચેલેન્જીસ એન્ડ ધ વે અહેડ’ વિષય પર ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસ વાય કુરેશી સાથે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડો. મુકુલિકા બેનરજીના નેતૃત્વ હેઠળ ચર્ચાના કાર્યક્રમનું શુક્રવાર તા.૧૩-૫-૧૬ સાંજે ૫.૩૦ હાઈ કમિશન ઓફ ઈન્ડિયા, એલ્ડવીચ, લંડન ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ માટે wonderofindianelections.eventbrite.co.uk પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
• શ્રી ભારતીય મંડળ દ્વારા ‘ ૨૧મી સદીના આધુનિક બ્રિટનમાં ભારતીય મૂલ્યો’ વિષય પર લેસ્ટરના ડો. સચિન નંદાના લેક્ચરનું શુક્રવાર તા.૧૩-૫-૧૬ સાંજે ૬.૩૦ કલાકે ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર,૧૦૩, યુનિયન રોડ, એસ્ટન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. મનુભાઈ મિસ્ત્રી 079 7970 6318
• પૂ. ગીરીબાપુની શિવકથાનું આયોજન તા. ૨૮-૫-૧૬થી ૫-૬-૧૬ દરરોજ સાંજે ૫ થી ૮ પ્રજાપતિ હોલ, અલ્વરસ્ક્રોફટ રોડ, LE4 6BW ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક. અશ્વીન પટેલ 079 4988 8226.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દરરોજ બપોરના ૧થી ૨ સુધી સદાવ્રત, દર ગુરુવારે જલારામ ભજન સાંજના ૬.૩૦થી રાત્રિના ૧૦ સુધી અને દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા સવારના ૧૦ થી બપોરના ૧. દરેક કાર્યક્રમમાં પ્રસાદનો લાભ મળશે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.
• ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર (યુકે), ૨૨ પામરસ્ટન રોડ, હેરો, HA3 7RR દ્વારા શ્રી રાજેશજી પરમારના માતુશ્રી સ્વ. મધુબેન કે. પરમારની તૃતિય પૂણ્યતિથી પ્રસંગે સદ્ગતના આત્માની શાંતિ અર્થે શનિવાર તા. ૨૧-૫-૧૬ના રોજ ભજન સંધ્યાનું આયોજન રાતના ૮થી ૧૧ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજનિક શ્રી નિરંજનભાઇ પંડ્યા ભક્તિ ગીતો રજૂ કરશે અને નિખીલ પરમાર અને સોમા પટણી તબલા પર અને ચંદ્રકાન્ત મંજીરા પર સંગત આપશે. સંપર્ક: 020 8426 0678.
• શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા વોડ્ઝવર્થ રોડ, પેરિવેલ નવા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનું કામચલાઉ સ્થળાંતર કરાયું છે. રોજ બપોરના ૧થી ૨.૩૦ સદાવ્રત, ભજન રોજ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ અને ગુરુવારે રાત્રે ૧૦.૩૦ સુધી. લેડીઝ એક્ટિવિટી ક્લબ અને શનિવારે સવારે ૧૧થી ૧-૩૦ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા તેમજ દરેક કાર્યક્રમ દરમિયાન પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે હવેલી દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.
• નારાયણ સેવા સંસ્થાન, ઉદયપુર દ્વારા પૂ. વિપુલ કૃષ્ણજી શાસ્ત્રીના મુખેથી શ્રીમદ ભાગવત અને શ્રી રામ કથાના કાર્યક્રમોનું આયોજન તા.૧૩-૧૪-૧૫ મેના રોજ શ્રી લક્ષ્મીનારાયણ હિંદુ ટેમ્પલ ૩૪૧ લીડ્સ રોડ, બ્રેડફર્ડ BD3 9LS ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક. બલદેવ ક્રીશન 07448 269 808.
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પૂ.ચિન્મયાનંદ
બાપુ (હરિદ્વાર)ની શ્રીમદ ભાગવત કથાનું શ્રી રામ મંદિર વોલસોલ ખાતે તા.૨૩થી તા.૨૯ મે રવિવાર રોજ બપોરે ૩થી સાંજના ૬ દરમિયાન
આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ નીશા દીદી 079302719 34
• શિશુકુંજ દ્વારા ‘ભજન અને ભોજન’ કાર્યક્રમનું શનિવાર તા.૧૪-૫-૧૬ સાંજે ૬.૩૦થી રાત્રે ૧૦.૩૦, શિશુકુંજ ભવન ૨૫-૨૭, હાઈસ્ટ્રીટ, એજવેર HA8 7EE ખાતે આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દ્વારા થનારી આવકનો ઉપયોગ શિશુકુંજ વિદ્યાલય (BGMS) બેંગ્લુરુમાં અભ્યાસ કરતાં અનાથ બાળકો માટે કરાશે. વિદ્યાલયના કાર્યકર દીપકભાઈ (બાબુભાઈ) તેમના અનુભવોનું વર્ણન કરશે. સંપર્કઃ 020 8381 1818.
• પ્રખ્યાત આયુર્વેદ વૈધ શ્રી ગુરુ બાલાજી તામ્બેના ‘વર્તમાન સમયની સમસ્યાઓનો શ્રીમદ ભગવદ ગીતામાં ઉકેલ’ વિષય પર પ્રવચનનું આયોજન તા.૨૦-૫-૧૬ શુક્રવાર સાંજે ૫.૩૦ સેન્ટ જેમ્સ કોર્ટ લંડન SW1E ખાતે કરાયું છે. સંપર્ક: આશિષ ગોયલ [email protected]
• ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા ભજન-ભોજન કાર્યક્રમ અને બેઝિક લાઈફ સપોર્ટ વિશે ડો. નીલમ પટેલના હેલ્થ સેમિનારનું તા.૨૨-૫-૧૬ સવારે ૯.૩૦થી બપોરે ૨ સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901.
• પંકજ સોઢા અને ગેલેક્ષી શોઝ બોલિવુડ લીજન્ડ્સના ગીત સંગીત કાર્યક્રમનું આયોજન. શુક્રવાર તા.૧૩-૫-૧૬ સાંજે ૭.૩૦ કલાકે ધ જંગલ ક્લબ, ચેકેટ્સ રોડ લેસ્ટર LE5 4ER ખાતે (સંપર્ક. વસંત ભક્ત 07860 280 655) * શનિવાર તા.૧૪-૫-૧૬ સાંજે ૭.૩૦ કલાકે ઈલફર્ડ ટાઉન હોલ (સંપર્ક દિલીપભાઈ ભટ્ટ 020 8220 8541 * રવિવાર તા.૧૫-૫-૧૬ સાંજે ૬.૩૦ કલાકે હેરો આર્ટ્સ સેન્ટર, અક્સ બ્રિજ રોડ, હેચ એન્ડ HA5 4EA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક વીડિયોરામા 020 8907 0116
• નવનાત વણિક ભગિની સમાજની વાર્ષિક સામાન્ય સભા તા.૨૧-૫-૧૬, બપોરે ૧૨થી ૨ ભોજન, ત્યારબાદ ૨થી ૫ સામાન્ય સભા, નવનાત સેન્ટર, હેઈસ UB31 1AR સંપર્ક. રેણુ મહેતા 07931 924 197
• બ્લૂઝ આયોજિત ‘ક્લાસિકલ ઓડિસી’ પંડિત રવિશંકરને અંજલિ અર્પણ કરવા સંગીત કાર્યક્રમનું આયોજન તા.૨૨-૫-૧૬ સાંજે ૫.૧૫ રોયલ આલ્બર્ટ હોલ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: બોક્સ ઓફિસ 020 7589 8212
• ઓમ શક્તિ ડે સેન્ટર દ્વારા ‘ડિમેન્શિયા અવેરનેસ ડે’નું તા. ૨૫-૫-૧૬ સવારે ૯.૩૦થી બપોરે ૨, મેસફિલ્ડ સ્વીટ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રંજનબેન માણેક 07930 335 978.
• ફ્રી હેલ્થ અવેરનેસ ડે -બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન અને એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા સત્ય સાંઇ ઇન્ટરનેશનલ અોર્ગેનાઇઝેશન યુ.કે.ના સહયોગ સાથે વિના મૂલ્યે (મફત)” હેલ્થ અવેરનેસ ડે"નું અાયોજન રવિવાર ૧૫ મે, સવારે ૧૦ થી બપોરના ૩.૦૦ દરમિયાન કરવામાં અાવ્યું છે. સ્થળ: બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી,HA0 4TH. હેલ્થ નિષ્ણાતો દ્વારા બ્લેડપ્રેશર, બ્લડ શૂગર, ડેન્ટલ ચેક,અાઇ ચેક, ડાયાબિટીશ રીસ્ક એશેસમેન્ટ, બોડી માસ ઇન્ડેક્સ, દાકતરી સલાહ ઇત્યાદિનો લાભ મળશે. વધુ વિગત માટે સંપર્ક બીઅાઇએ 0208 903 3019.


comments powered by Disqus