• નારાયણ સેવા સંસ્થાન, ઉદયપુર દ્વારા પૂ. વિપુલ કૃષ્ણજી શાસ્ત્રીના મુખેથી શ્રીમદ ભાગવત અને શ્રી રામ કથાના કાર્યક્રમોનું આયોજન તા.૨૦-૨૧-૨૨ મેના રોજ એડિનબરા હિંદુ મંદિર અને કલ્ચરલ સેન્ટર સેન્ટ એન્ડ્રયુ પ્લેસ, લેઈથ, એડિનબરા રોડ EH6 7EG ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક. ડો. પ્રમોદ એન પટેલ 07504 458 048
• ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૨-૫-૧૬ સવારે ૯.૩૦થી બપોરે ૨, ભજન-ભોજન કાર્યક્મ અને બેઝિક લાઈફ સપોર્ટ વિશે ડો. નીલમ પટેલનો હેલ્થ સેમિનાર. ભોજનના સ્પોન્સરર ડો. સુરેશભાઈ અને અંજુલીબહેન શ્રીવાસ્તવ છે. સંપર્ક. 01772 253 901.
• પૂ.ગીરીબાપુની શિવકથાનું આયોજન તા. ૨૮-૫-૧૬થી ૫-૬-૧૬ દરરોજ સાંજે ૫ થી ૮, પ્રજાપતિ હોલ, અલ્વરસ્ક્રોફટ રોડ, LE4 6BW ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક.અશ્વીન પટેલ 079 4988 8226.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દૈનિક ભજનઃ બપોરના ૧૨થી ૧ અને સાંજના ૬થી ૭ સુધી, દર ગુરુવારે જલારામ ભજન સાંજના ૬.૩૦થી રાત્રિના ૧૦ સુધી થાળ અને આરતી સાંજના ૭.૪૫ વાગ્યે અને તે પછી, પ્રસાદ વિતરણ, દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા.. સવારના ૧૦ થી બપોરના ૧ સુધી અને તે પછી પ્રસાદ વિતરણ. દરરોજ બપોરના ૧થી ૨ સુધી સદાવ્રત નો લાભ મળશે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે શુક્રવાર ૨૦ મેના રોજ શ્રી નરસિંહ જયંતીની ઉજવણી થશે. સંધ્યા આરતી વેળાએ પંચામૃતનો લાભ મળશે. હવેલીમાં મંગળભોગ, પાલના ભોગ, રાજભોગ, શાકઘર- પ્રિયાજી પાલના, ગૌમાતાજી થુલી સેવાના મનોરથોનો લાભ મળશે. વૈષ્ણવો માટે અન્ય તમામ પ્રસંગોનું આયોજન કરી શકાશે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.
• કાર્ડીફ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૨૪મી મે, ૨૦૧૬ના રોજ સાંજના ૭-૩૦થી ૯ દરમિયાન ગુજરાતના ડભાણ સંત આશ્રમના પૂ. સ્વામી શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજની અમૃતવાણીનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.
• શ્રી રામ મંદિર, ફોર્ડ સ્ટ્રીટ, વોલસોલ WS2 9BW ખાતે રજત જયંતિ મહોત્સવ પ્રસંગે પૂ.ચિન્મયાનંદ બાપુ (હરિદ્વાર)ની શ્રીમદ ભાગવત કથાનું તા.૨૩ થી ૨૯ મે રોજ બપોરે ૩ થી સાંજના ૭ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ મંદિર 01922 634 462
• હિંદુ સેન્ટર (ઈસ્ટ લંડન) રાધા કૃષ્ણ ટેમ્પલ, સ્ટ્રેટફોર્ડ, લંડન E15 4NE ખાતે તા.૨૪ થી ૩૦ મે સુધી દરરોજ સાંજે ૪.૩૦થી ૭.૩૦ પૂજ્ય ગોકુલોત્સવજી મહારાજની ઉપસ્થિતિમાં પૂજ્ય વ્રજઉત્સવજી મહારાજની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા રખાઈ છે. સંપર્ક. 020 8534 8879
• શ્રી રમેશભાઈ શાસ્ત્રીની શ્રીમદ ભાગવત કથાનું ગુર્જર હિંદુ યુનિયન યુકે દ્વારા શ્રી સનાતન મંદિર, ક્રોલી RH11 0AF ખાતે તા.૩૦ મે થી ૫ જૂન દરરોજ બપોરે ૩ થી આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01293 530 105
• નેહરુ સેન્ટર, ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ના કાર્યક્રમો • તા.૧૬થી ૨૦ મે દરરોજ સાંજે ૬.૧૫ કલાકે ‘વિસ્મયઃ ડિસ્કવરીંગ ધ આર્ટિસ્ટ વિધિન’ અંતર્ગત આઈ-માનસ લંડન લિમિટેડના સહયોગથી ડો. રમ્યા મોહનના ચિત્રોનું પ્રદર્શન • તા.૧૯ મે સાંજે ૬.૩૦ કલાકે
ડો. રમ્યા મોહનનો ન્યૂરોસાયન્સ, કલા અને સર્જનાત્મકતાના અભિગમ પર ‘વ્યક્ત-અવ્યક્ત’ ચર્ચા કાર્યક્રમ, મેડિસીનના સંગીત સાથે સમન્વય પરના પ્રોજેક્ટ ‘CAPE’નો પ્રારંભ. સંપર્ક: 0207 491 3567
• શ્રી ભારતીય મંડળ - શ્રી અંબાજી મંદિર, એસ્ટન, ટેમીસાઈડ, OL6 8JN ખાતે શનૈશ્વર જયંતિ નિમિત્તે શનિવાર તા. ૪-૬-૧૬ સાંજે ૬.૩૦ કલાકે શનૈશ્વર પૂજા, હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું છે. સંપર્ક. પ્રદીપ ઉપાધ્યાય 0161 344 1092
• જાસ્પર સેન્ટર. રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU દ્વારા ૨૫ મેના રોજ બાથ ખાતે ડે ટ્રીપનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સેન્ટર દ્વારા દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ જલારામ બાપાના ભજન અને ત્યારબાદ પ્રસાદ અને દર શનિવારે બપોરે ૧.૦૦ થી ૩.૦૦ સુધી ૧૧ હનુમાન ચાલીસાના પાઠ થશે. સંપર્ક. 020 8861 1207.
• રોક ઓન મ્યુઝિકના ઉપક્રમે શંકર, એહસાન અને લોયનો લાઈવ કોન્સર્ટ તા.૨૭ મે શુક્રવાર ડી મોન્ટફોર્ટ હોલ, ગ્રેનવિલે રોડ, લેસ્ટર LE1 7RU સંપર્ક. 0116 233 3111 અને તા.૨૮ મે શનિવાર રોયલ ફેસ્ટિવલ હોલ, સાઉથ બેંક સેન્ટર, લંડન SE18 સંપર્ક. 0844 847 9911.
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે શનિવાર તા. ૪-૬-૧૬ શનિદેવ જયંતિ નિમિત્તે સવારે ૧૦થી ૧ શ્રી શનિદેવ સમુહ કથાનું આયોજન કરાયું છે. કથા બાદ ભોજનપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01162 661 402
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૨૧ મે બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૨૨ મે બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• કેન્સર રિસર્ચ યુકેના લાભાર્થે ચેરિટી શો - સેન્ટ મેરી કેર હોમ અને કિન્નરી હેર એન્ડ બ્યુટી દ્વારા ફિલ્મી ગીતોના ભવ્ય કાર્યક્રમ ‘બોલિવુડ અનલિમિટેડ’નું રવિવાર તા. ૨૯ મે સાંજે ૭ કલાકે એશક્રોફ્ટ થિયેટર, ફેરફીલ્ડ હોલ્સ, ક્રોયડન CR9 1DG ખાતે આયોજન કરાયું છે. યુકેના નામાંકિત સિંગર્સ વર્ષ ૧૯૭૦થી ૨૦૧૬ સુધીના સુપર હીટ ગીતો રજૂ કરશે. સંપર્ક. કિન્નરી પટેલ 0208 679 0196 અથવા 07886 980 012
• ગાયત્રી પરિવાર યુકે દ્વારા ‘માનવીય ઉત્કર્ષ’ પર ડો.ચિન્મયજી પંડ્યાનું વક્તવ્ય અને દીપ મહાયજ્ઞનું સોમવાર તા.૩૦ મે બપોરે ૧૨થી૩ હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮ -૨૦૨ લેટન રોડ, લંડન E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કીરણ પટેલ 0208 529 1999
• બાલકૃષ્ણ ગૌશાળા પાંજરાપોળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ.પીયૂષભાઈ મહેતાની શ્રી રામ પારાયણ કથાનું તા.૨૮ મે બપોરે ૨.૩૦ થી ૫ અને ૨૯ મેથી ૫ જૂન સુધી દરરોજ સવારે ૧૦થી ૨ સુધી શ્રી પ્રજાપતિ એસોસિએશન સમાજ, ૫૧૯, નોર્થ સરક્યુલર રોડ, નીસ્ડન, લંડન NW2 7QG ખાતે આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન-૧૫. સંપર્ક. વિશ્રામભાઈ હિરાણી 07956 162 691.
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા શ્રી રાજુભાઈ શાસ્ત્રીની વ્યાસપીઠે તથા શ્રી સુબોધનીજી વચનામૃત પૂજ્યપાદ ગો શ્રી રસિકવલ્લભજી મહારાજશ્રી, શ્રીમદ ભાગવત સપ્તાહ તા.૨૮ મેથી ૩ જૂન તથા શ્રીમદ ભાગવત દશમ સ્કંધ મહાયજ્ઞનું તા.૩ થી ૫ જૂન દરરોજ બપોરે ૩ થી ૭, સેન્ટ બર્નાડેટ્સ સ્કૂલ, ક્લિફ્ટન રોડ, કિંગ્સબરી, લંડન HA3 9NS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ગીતુબાવા 07985 594 364 અને દીપીકાબેન દેસાઈ 07872 613 064.
અવસાન નોંધ
• જાણીતા સામાજિક કાર્યકર શ્રી સી જે રાભેરૂના ભાઈ શ્રી વિનોદલાલ રાભેરૂ (હાલ ટાન્ઝાનિયા)ના ધર્મપત્ની શ્રીમતી પ્રભાબહેનનું તા.૧૧-૫-૧૬ બુધવારે દારેસલામમાં દુઃખદ અવસાન થયું છે. તા.૧૩-૫-૧૬ને શુક્રવારે તેમની અંતિમક્રિયા બાદ સાંજે શાન્તિપાઠ રખાયો હતો. દારેસલામથી તેમના કુટુંબીજનો લંડન આવશે ત્યારે રાભેરૂ અને બથિયા પરિવાર લંડનમાં તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના રાખશે. સંપર્ક. સી જે રાભેરૂ 07958 275 222.
• લંડન સ્થિત સોની કમલેશભાઇ શાંતિલાલ વઢવાણીયાનું ગત તા. ૧૬મી મે, ૨૦૧૬ સોમવારના રોજ દુ:ખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના. સંપર્ક: હિમાંશુભાઇ 07592 830 592 અને ભરતભાઇ 07956 820 046.