સંસ્થા સમાચાર તા. ૧૩-૫-૨૦૧૭ માટે

Tuesday 09th May 2017 14:08 EDT
 

• ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ BJP (UK) દ્વારા શનિવાર તા. ૧૩-૫-૧૭ સાંજે ૬ વાગે મોદી સરકારના ત્રણ વર્ષમાં લેવાયેલા પગલાં વિશે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલના પ્રવચનનું નવનાત સેન્ટર પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઈસ, મીડલસેક્સ UB3 1AR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07814 228 938
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૩-૫-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૪-૫-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૩-૫-૧૭ સાંજે વારે ૧૦.૩૦ સુંદરકાંડ પાઠ, સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૪-૫-૧૭ જલારામ પ્રસાદી. • સંપર્ક. 01162 661 402
• નવનાત વણિક ભગિની સમાજની વાર્ષિક સાધારણ સભા (AGM)નું શનિવાર તા.૧૩-૫-૧૭ બપોરે ૨થી સાંજે ૫ દરમિયાન નવનાત સેન્ટર પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઈસ, મીડલસેક્સ UB3 1AR ખાતે મળશે. સંપર્ક. 020 8848 3909
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૪-૫-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર ભારતીબેન અને બિપિનભાઈ કંટારિયા તથા પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા. ૧૩-૫-૧૭ સાંજે ૬.૩૦થી બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઈલિંગ રોડ, વેમ્બલી લંડનHA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે રવિવાર તા.૧૪-૫-૧૭ સવારે ૯થી બપોરે ૨ દરમિયાન બાળકો અને બહેનોના ભજન સાથે ભજન-ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901.
• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન અને શ્રી સત્ય સાંઈ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન, યુકેના સંયુક્ત ઉપક્રમે રવિવાર તા.૧૪-૫-૧૭ સવારે ૧૦થી બપોરે ૩ દરમિયાન ‘ફ્રી હેલ્થ અવેરનેસ ડે’નું ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 3019
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે પૂ.પ્રણયકુમારજી બાવાશ્રી (વડોદરા)ના મુખે વલ્ભાચાર્ય સિદ્ધાંત વિશે વચનામૃતનું મંગળવાર તા.૧૬-૫-૧૭ અને બુધવાર તા.૧૭-૫-૧૭ સાંજે ૭થી રાત્રે ૯ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 07958 275 223
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14
9HEખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૦-૫-૧૭ સાંજે ૬ વાગે કલ્યાણ કુંદુ દ્વારા બંગાળી કોમેડી નાટક ‘ જય મા કાલી બોર્ડિંગ’ • રવિવાર તા.૨૧-૫-૧૭ રાત્રે ૯ વાગે નાટક ‘લગ્નની વ્યાધિ ડિવોર્સની ઉપાધિ’ સંપર્ક. 07936 895 346
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની જન્મજયંતી નિમિત્તે શનિવાર તા.૨૦-૫-૧૭ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન મહાપ્રસાદ અને સાંજે ૭.૧૫થી રાત્રે ૮.૪૫ ઉત્સવ સભાનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8965 2651
• સર્વોદય હિંદુ એસોસિએશન દ્વારા રવિવાર તા.૨૧-૫-૧૭ સવારે ૧૦ વાગે ૧૦૦૮ ગાયત્રી મંત્ર ગાન સાથે ગાયત્રી હવનનું સર્વોદય હોલ, ટોલવર્થ રિક્રિએશનલ સેન્ટર, ફૂલર્સ વે નોર્થ, ટોલવર્થ, સરે KT6 7LQ ખાતે આયોજન કરાયું છે. હવન બાદ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8391 7910
• ચિન્મય મિશન યુકે દ્વારા રવિવાર તા.૨૧-૫-૧૭ સવારે ૧૦.૪૫ વાગે સ્વામિ બોધાત્માનંદજી દ્વારા ‘પાથ ટુ પીસઃ મેડિટેશન રીવીલ્ડ’ વિષય પર પ્રવચનનું ઓલ્ડ વ્હીટગીફ્ટીયન RFC, ધ ક્લબ હાઉસ, ક્રોહામ મેનોર રોડ, સાઉથ ક્રોયડન સરે, CR2 7BG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07748 156 533
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા પૂ.શ્રી હરીરાયજી મહોદયના મુખે શ્રી અષ્ટસખા રસવાણી ગાથાનું સોમવાર તા.૨૨-૦૫-૧૭થી રવિવાર તા.૨૮-૫-૧૭ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. દરરોજ પ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. પ્રવિણભાઈ અમીન020 8337 2873

RGWA, ઈલ્ફર્ડના નવા હોદ્દેદારો
રેડબ્રીજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન (RGWA), ઈલ્ફર્ડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં રતીલાલ વ્યાસ ચેરમેન તથા સૂર્યકાંત પટેલ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અન્ય હોદ્દેદારોમાં નરેન્દ્ર યાજ્ઞિક (સેક્રેટરી), પુરુષોત્તમભાઈ પટેલ (ટ્રેઝરર), શરદ વ્યાસ (આસિ. સેક્રેટરી), સૂર્યકાંત પટેલ અને શરદ વ્યાસ (આસિ. ટ્રેઝરર), અને કમિટી મેમ્બર્સ તરીકે હંસાબેન યાજ્ઞિક, મંજૂબેન વ્યાસ, પુષ્પાબેન જાની, સૂર્યકલાબેન સુંદરજી, કોકિલાબેન શુક્લ અને ગીતાબેન પટેલ ચૂંટાયા હતા.


comments powered by Disqus