• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧-૧૦-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુકે) દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે મંગળવાર તા.૩-૧૦-૧૭ સાંજે ૬થી રાત્રે ૧૦ દરમિયાન સોનુ અને હાર્મની ગ્રૂપ તથા જાણીતા ગાયિકા માયા દીપકના કંઠે પૂ. બાપૂને પ્રિય ભજનોના કાર્યક્રમનું કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8427 3413 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.-૧૨
• ગાયત્રી પરિવાર દ્વારા પાંચ કુંડી ગાયત્રી યજ્ઞ તેમજ બાળકોને ધર્મ વિશે સમજણ આપવાના કાર્યક્રમનું રવિવાર તા.૧-૧૦-૧૭ બપોરે ૧થી ૪ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલીસ મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• ઈલ્ફર્ડ રામાયણ ગ્રૂપ દ્વારા અખંડ રામાયણ પાઠનું શનિવાર તા.૩૦-૯-૧૭ સવારે ૧૧ થી રવિવારતા.૧-૧૦-૧૭ દરમિયાન VHP હિંદુ ટેમ્પલ, ૪૩,ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. મહંત સ્વામીની દિવ્ય ઉપસ્થિતિમાં ઈસ્ટ લંડનના નવા BAPS સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન કાર્યક્રમનું રવિવાર તા.૮-૧૦-૧૭ સવારે ૮.૩૦થી બપોરે ૧ દરમિયાન ચીગવેલ હોલ, ૧૫૯ હાઈ રોડ, ચીગવેલ એસેક્સ IG7 6BD ખાતે આયોજન કરાયું છે. સવારે ૮.૩૦થી ૧૦.૩૦ દરમિયાન મૂર્કિ પ્રતિષ્ઠા વિધિ થશે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. ચિરાગ પટેલ 07931 730 690
• રાધા કૃષ્ણ મંદિર, ૩૩, બાલમ હાઈ રોડ SW12 9AL ખાતે ગુરુવાર તા.૫-૧૦-૧૭ સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ દરમિયાન પુષ્ટિમાર્ગીય રાસ ગરબાનું આયોજન કરાયું છે. સંપર્ક 020 8675 3831
• તરંગ દ્વારા નવા આલ્બમ 'Undone'નું લાઈવ પર્ફોર્મન્સ શનિવાર તા. ૭-૧૦-૧૭ સાંજે ૭.૩૦ વાગે બેક થિયેટર, ગ્રેન્જ રોડ, હેઈસ, મીડલસેક્સ, UB3 2UE ખાતે યોજાશે. સંપર્ક. 020 8561 8371
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ • દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. હવેલીમાં મંગળભોગ, પાલના ભોગ, રાજભોગ, શાકઘર- પ્રિયાજી પાલના, ગૌમાતાજી થુલી સેવાના મનોરથોનો લાભ મળશે. વૈષ્ણવો માટે અન્ય તમામ પ્રસંગોનું આયોજન કરી શકાશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દૈનિક ભજનઃ બપોરના ૧૨થી ૧ અને સાંજના ૬થી ૭ સુધી, દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૩૦ અને દર શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રત નો લાભ મળશે. સંપર્ક. 020 8902 8885.
• ગાંધી જયંતીએ કાર્ડિફમાં પૂ.બાપૂની પ્રતિમાનું અનાવરણ:
હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ (HCW) ના ઉપક્રમે ગાંધી જયંતીએ સોમવારને તા.૨-૧૦-૧૭ બપોરે ૨ વાગે કાર્ડિફમાં લોઈડ જ્યોર્જ એવન્યુ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાયો છે. શાંતિ, સહિષ્ણુતા અને અહિંસાનો સંદેશો આપનારા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ ફર્સ્ટ મિનિસ્ટર ઓફ વેલ્સ કેર્વિન જોન્સ AM અને ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાના હસ્તે કરવામાં આવશે. ગાંધીજીની આ પ્રતિમા માત્ર યુકેમાં રહેતા ઈન્ડિયન ડાયસ્પોરા માટે જ નહીં પરંતુ બ્રિટનની મુલાકાતે આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સંપર્ક. સુધાબેન ભટ્ટ 02920 498 494, નારણભાઈ પટેલ 02920 387 647
અવસાન નોંધ
મૂળ નવાગામ (ભાવનગર)ના વતની અને લંડનમાં સ્થાયી થયેલા પુરુષોત્તમભાઈ પટેલ(PHકાકા)નું ૮૯ વર્ષની વયે ગુરુવાર તા.૨૧-૯-૨૦૧૭ના રોજ અવસાન થયું છે. તેમનું ફ્યુનરલ બુધવાર તા.૨૭-૯-૧૭ સવારે ૧૧ વાગે St Marleybone crematorium, E End Rd, East Finchley, London N2 0RZ ખાતે રાખવામાં આવ્યું છે. રાજેન્દ્ર પટેલ 07956 299 529