સંસ્થા સમાચાર તા. ૫-૮-૧૭ માટે

Tuesday 01st August 2017 17:02 EDT
 

• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા પૂ. વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં પવિત્રા બારસની ઉજવણીનું શુક્રવાર તા.૪-૮-૧૭ સાંજે ૬ વાગ્યાથી કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ,હેરો, HA3 8LU ખાતે આયોજન કરાયું છે. બાદમાં પ્રીતિભોજનની વ્યવસ્થા છે. સંપર્ક. 07740 189 084 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૯
• વુલીચ સ્વામિનારાયણ મંદિર, સેન્ટ માર્ગારેટ્સ ગ્રોવ, લંડન SE18 7RLના ઓપનીંગની ઉજવણીના શનિવાર તા.૫-૮-૧૭થી રવિવાર તા.૧૩-૮-૧૭ના કાર્યક્રમો - દરરોજ સવારે ૯થી ૧૧ અને સાંજે ૫થી ૭ ઘનશ્યામ લીલા કથા અને બાદમાં મહાપ્રસાદ – રવિવાર તા.૬ સવારે ૧૧ વાગે નગર યાત્રા, બપોરે ૪.૩૦ મહારાજશ્રી કોશલેન્દ્ર પ્રસાદજીનું સ્વાગત – સોમવાર તા.૭ સાંજે ૭થી મૂર્તિ પ્રતિષ્ઠા, ધવ્જા રોપણ અને રાસ ઉત્સવ.સંપર્ક. મનસુખ હિરાણી 07944 233 895 વધુ વિગતો માટે જુઓ જાહેરાત પાન નં.૯
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શકિત સેન્ટર દ્વારા પૂ. નરેશભાઈ રામાનંદીની સાંઈ કથાનું ગુરુવાર તા.૩-૮-૧૭થી રવિવાર તા.૬-૮-૧૭ સુધી બપોરે ૪થી ૭ દરમિયાન શ્રી હિંદુ ટેમ્પલ, ૩૪, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર, LE5 4BDખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8426 0678
• ટ્રીવીયમ ઈવેન્ટ્સ દ્વારા શનિવાર તા.૧૨-૮-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન ભારતની આઝાદીના ૭૦ વર્ષ નિમિત્તે ગીત-સંગીતના કાર્યક્રમ દેશ ઉત્સવનું બુશી એકેડમી લંડન રોડ, હર્ટ્સ WD23 3AA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અન્નુ 07946 519 336
• સોજીત્રા સમાજ, યુકે દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પીકનીક એન્ડ ગેમ્સનું રવિવાર તા.૧૩-૮-૧૭ બપોરે ૨ વાગ્યાથી હેરો રગ્બી ફૂટબોલ ક્લબ, ગ્રોવ ફિલ્ડ, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક.વીનેશ પટેલ07800 718 860 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં ૮
• સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન અને શ્યામ ગ્રૂપ દ્વારા હેરો એશિયન મેળાનું શનિવાર તા.૫-૮-૧૭ અને રવિવાર તા.૬-૮-૧૭ સવારે ૧૧થી સાંજે ૭ દરમિયાન હેરો લેઝર સેન્ટર, હેરો, મીડલસેક્સ, HA3 5BD
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા. ૫-૮-૧૭ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0GD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
- પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૬-૮-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સાધુ વાસવાણી સેન્ટર, ૨૫, ક્રિકલવુડ લેન, વર્જીન એક્ટિવ હેલ્થ ક્લબ સામે, લંડન NW2 1HP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• પૂ.મોરારીબાપુની ‘રામ કથા લંડન ૨૦૧૭’નું શનિવાર તા.૧૨-૮-૧૭થી રવિવાર તા.૨૦-૮-૧૭ દરમિયાન SSE અરેના, અરેના સ્ક્વેર, એન્જિનિયર્સ વે, લંડન HA9 0AA ખાતે આયોજન કરાયું છે. કથાનો સમય શનિવાર તા.૧૨ બપોરે ૪થી સાંજે ૭ તથા રવિવાર તા.૧૩થી રવિવાર તા.૨૦ સવારે ૯.૩૦થી બપોરે ૧.૩૦ રહેશે. સંપર્ક.07404 572 022
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સ UB8 2DZ ખાતે શનિવાર તા.૫-૮-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવિવાર તા.૬-૮-૧૭ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540
અવસાન નોંધ
 • મૂળ વતન ધર્મજના સ્વ.શ્રી હીરાભાઈ વાઘજીભાઈ પટેલના સુપુત્ર શ્રી સુરેન્દ્રભાઈ પટેલનું તા.૩૧-૭-૨૦૧૭ સોમવારે રોમ (ઈટાલી)માં દુઃખદ અવસાન થયું છે. શ્રી સુરેન્દ્રભાઈ તેમની પાછળ તેમના
ધર્મપત્ની, પુત્ર તથા તેમના પરિવારને વિલાપ કરતા મૂકી
ગયા છે. સદગત આત્માને પ્રભુ શાશ્વત શાંતિ આપે એવી ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના
• રશ્મિ ચંદેરિયાની ફ્યુનરલ સર્વિસ શુક્રવાર તા.૪-૮-૧૭
St Marylebone Crematorium, East End Road, East Finchley, London N2 0RZ રાખવામાં આવી છે. સવારે ૧૦થી ૧૧ સ્વ. રશ્મિ ચંદેરિયાના અંતિમ દર્શન, ૧૧ વાગે ફ્યુનરલ સર્વિસ, બપોરે ૧ વાગે ૯, હાઈડ પાર્ક સ્ટ્રીટ, W2 2JW લંડન ખાતે લંચ રાખવામાં આવેલ છે. - પારસ, પ્રફુલ અને ઈન્દુ.


comments powered by Disqus