ATSને આતંકીઓનો તમિળમાં શપથ લેતો વીડિયો મળ્યો

Wednesday 29th May 2024 06:16 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત એટીએસને 4 આતંકીઓ પાસેથી મળેલા મોબાઇલમાં તમિળ ભાષામાં બનેલો એક વીડિયો મળ્યો છે. આ વીડિયોમાં ચારેય આતંકી મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસ સાથે ઊભા છે, તેમજ ISIS ઝંડા સાથે પાકિસ્તાન બેઠેલો તેનો આકા અને ISISનો હેન્ડલર એવો અબુ બ્રેઇન વોશ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે તમિળ ભાષામાં શપથ લઈ કહી રહ્યા છે કે, ‘અબુ તેમનો આકા છે અને તેઓ તેને સમર્પિત છે.’
એટીએસએ ઝડપાયેલા આતંકીઓને કોલંબોથી મદદ કરનારા 3 યુવકની ધરપકડ કરી છે. સાથે એટીએસને એવી પણ માહિતી મળી છે કે, આ ચારેય આતંકીઓ પહેલા આઈએસ દ્વારા અન્ય આતંકીને પણ ગુજરાત મોકલ્યા હોવાની શંકા છે.
ચાર પૈકી એક આતંકી અંડરવર્લ્ડ ડોનનો પુત્ર
ચાર સ્યૂસાઈડ બોમ્બરમાંથી ઝડપાયેલા એક આતંકી મો.નફરાનનો પિતા મો.નૌફેર શ્રીલંકામાં અંડરવર્લ્ડ ડોન તરીકે કુખ્યાત હતો. નૌફેરે 2004માં હાઇકોર્ટ જજની ગોળી મારીને હત્યા કરી હતી.


comments powered by Disqus