વાતાવરણની વિષમતા થકી ચાલુ વર્ષે કચ્છની કેસર કેરી બજારમાં ઓછી આવવાની સંભાવના વચ્ચે કચ્છની કેસર કેરીની નિકાસ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ કેરીઓ રેલવે વિભાગ દ્વારા મહારાષ્ટ્ર અને દિલ્હી મોકલવામાં આવી છે. થોડા સમયમાં જ આ કેરીઓને વિદેશ પણ મોકલવાનું શરૂ કરવામાં આવશે.