નડિયાદઃ લગ્ન પાછળના ખોટા ખર્ચા અને કુરિવાજોને ડામવા માટે અનેક સમાજ આગળ આવે છે, જે મુજબ ક્ષત્રિય સમાજે પણ મોટી પહેલી કરી છે. ખેડા જિલ્લામાં દીપક સર્વજનસેવા ટ્રસ્ટ, સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અનોખા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં 55 દીકરીનાં ફક્ત એક રૂપિયામાં જ સમૂહલગ્ન યોજાયાં. મહત્ત્વનું છે કે, આ એક રૂપિયાની કિંમત સામે દરેક દીકરીઓને અનેક ચીજવસ્તુની ભેટ પણ અપાઈ છે.
બે તબક્કામાં આયોજન
દીપક સર્વજનસેવા ટ્રસ્ટ સમસ્ત ક્ષત્રિય સમાજ નાનાવગા એકતા સમિતિ દ્વારા બે તબક્કામાં અનોખા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. નડિયાદમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં દરેક દીકરીઓને જીવનજરૂરી અનેક ચીજવસ્તુઓની ભેટ અપાઈ.
ટ્રસ્ટના પ્રમુખ રણજિતસિંહ સોઢા દ્વારા ક્ષત્રિય સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા, ખોટા ખર્ચા અટકાવવા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું.