ગાંધીનગર સહિત પાંચ બેઠક પર કોંગ્રેસ કાર્યકરોની નિષ્ક્રિયતા બહાર આવી

Wednesday 29th May 2024 06:16 EDT
 
 

નવી દિલ્હી: કોંગ્રેસની જે ગણતરી 8 બેઠકો પર જીત મેળવવાની છે તે કેટલા અંશે સફળ થશે તેના પર અત્યારથી જ પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
મતદાન પૂરું થયા પહેલાં કોંગ્રેસને એમ હતું કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આણંદ, વલસાડ, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં સ્પર્ધા રહેશે અને તેમાંથી 4 બેઠકો તો નીકળી જાય તેવું કોંગ્રેસના નેતાઓ માની રહ્યા હતા. આ પૈકી હોટ ફેવરિટ ગણાતી બનાસકાંઠા, આણંદ, જામનગર અને સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસને સૌથી વધારે આશા છે. જો કે કોંગ્રેસ એવું માને છે કે, હાર-જીત પછીની બાબત છે, પણ લડવું તો દઢતાથી જોઈએને.
બનાસકાંઠામાં ગેની ઠાકોરની મહેનતથી માહોલ બન્યો પણ છેલ્લે મતપેટીમાં રૂપાંતર થઈ શકયું નથી તેવી વાત બહાર આવી છે. આવી જ રીતે જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા બહાર આવી છે. વલસાડ, પાટણમાં ધારાસભ્યો કોંગ્રેસ સાથે હતા, પણ કાર્યકરો છેલ્લી ઘડીએ નિષ્ક્રિય થતાં બેઠક અંગે ચિંતા ઉદભવી છે. એકમાત્ર આણંદમાં અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી ક્ષત્રિય સમાજને એક કરવામાં સફળ રહેતાં આ બેઠક પર જીતની શક્યતા છે. કોંગ્રેસે મૂલ્યાંકન કરતા અમદાવાદ પશ્વિમ, ગાંધીનગર, ભાવનગર અને ભરૂચ બેઠક પર ફરિયાદ ઊઠી છે.

ગુજરાતમાં સૌથી વધુ માર્જિનથી જીતનો રેકોર્ડ પાટિલના નામે છે

નામ              વર્ષ       બેઠક        માર્જિન
સી.આર પાટીલ 2019    નવસારી    6,89,668
રંજનબેન ભટ્ટ    2019    વડોદરા     5,89,177
નરેન્દ્ર મોદી      2014     વડોદરા    5,70,128
સી.આર.પાટીલ 2014    નવસારી    5,58,116
અમિત શાહ     2019   ગાંધીનગર   5,57,014
દર્શના જરદોશ  2019    સુરત        5,48,230
દર્શના જરદોશ  2014    સુરત        5,33,190

આ છે ગુજરાતમાંથી સૌથી વધારે વખત ચૂંટાયેલા સાંસદો...

સાંસદ              બેઠક         પક્ષ     ટર્મ
રાજેન્દ્રસિંહ રાણા   ભાવનગર    ભાજપ  5
મનસુખ વસાવા    ભરૂચ        ભાજપ  5
દિનશા પટેલ        ખેડા         કોંગ્રેસ   5
સી.આર.પાટીલ    નવસારી      ભાજપ  5
કિરીટ સોલંકી     અમદાવાદ(૫) ભાજપ 5
નારણ કાછડીયા   અમરેલી      ભાજપ   5
દર્શના જરદોશ    સુરત          ભાજપ   5


comments powered by Disqus