રાજકોટઃ ટીઆરપી ઝોનમાં રમવા આવેલા ગોંડલના પૃથ્વીરાજસિંહ ઝાલા નામના કિશોરે જબરી બહાદુરીનો પરિચય આપ્યો હતો. આ વિકટ સ્થિતિમાં પણ તેણે પોતાના મિત્ર સાથે મળીને ૫તરાંને તોડીને પોતાનો અને અન્ય 5 કિશોરનો જીવ બચાવ્યો છે. જો કે તેમના બે મિત્રો હજુ ગુમ છે. પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, પ્રકાશ આવતો જોઈને અમે લાતો મારીને પતરા તોડીને નીકળી ગયા હતા.