નવી દિલ્હીઃ ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં જીવલેણ આગ કાબૂમાં આવી હતી, ત્યાં જ શનિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે એક પછી એક 8 ઓક્સિજન સિલિન્ડર ફાટવાથી દિલ્હીના વિવેકવિહારના બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના બની તે સમયે હોસ્પિટલમાં 12 બાળકો દાખલ થયેલાં હતાં. કેટલાક જિંદાદિલ લોકોએ ખૂબ જ બહાદુરી દાખવી તેમને બહાર કાઢ્યાં હતાં પણ ત્યાં સુધીમાં તો 7 બાળકોનાં મોત થઈ ચૂક્યાં હતાં. જો કે લોકોની બહાદુરીને કારણે 5 બાળકોના જીવ બચી ગયા હતા. ફાયરની 16 ગાડીઓએ ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે સેન્ટરના માલિક ડો. નવીન ખીંચી અને ડ્યૂટી ડોક્ટરની ધરપકડ કરી છે.