સુરતઃ લિંબાયત મદીના મસ્જિદ પાછળ માર્કન્ડેય મંદિરની સામે સરદારનગરમાં આવેલી સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને એસએચ ન્યૂઝ 24x7 ચેનલની ઓફિસમાં એસઓજી અને પીસીબીની ટીમે 21 મેએ સાંજે રેડ કરી બનાવટી ચલણી નોટનું કારખાનું ઝડપી લીધું હતું. પોલીસે રૂ. 9.36 લાખની મતાની 500 અને 200ના દરની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે સાપ્તાહિક અખબાર અને ન્યૂઝ ચેનલના માલિક ફિરોજ શાહ સહિત 3 શખ્સને માલ-સામાન સાથે ઝડપી લીધા છે.