સુમરાપોરઃ રાજાશાહીના સમયમાં કચ્છ અને સિંધને જોડતો રણમાર્ગ પચ્છમથી વેપાર માટે ધમધમતો હતો. લોકો અહીંથી વેપાર ખરીદવા માટે ઊંટો અને ઘોડાઓથી હેરાફેરી કરતા, જે ‘લાંભારા’ તરીકે ઓળખાતા. ભારત-પાક.ના ભાગલા બાદ આ સરહદનું વિશાળ રણ પ્રતિબંધિત જાહેર થતાં સેંકડો કિલોમીટરમાં પથરાયેલા વેરાન-ઉજ્જડ બિનઉપયોગી રણની લોકોને કલ્પના પણ નહોતી કે વેરાન રણ લોકો માટે રોજગારીનું અનોખું માધ્યમ બનશે. આર.ઇ. પાર્કને પગલે સોલાર એનર્જી પ્રોજેક્ટ થકી સરહદનાં ગામડાં - પચ્છમ પંથકના હજારો મજૂરવર્ગના લોકો સારી એવી રોજગારી મેળવીને બે પાંદડે થયા છે.
આમ તો આ વિસ્તારના સ્થાનિકો સૂકી ખેતી તેમજ પશુધન પર નિર્ભર બની રોજગારી મેળવતા હતા. અન્ય ઘણા મજૂરવર્ગના લોકો સમગ્ર કચ્છમાં રોજગારીની શોધમાં અહીં-તહીં ભટકીને રોજગારી મેળવતા હતા. હવે સમય-સંજોગો બદલાતાં ત્યાંના લોકો પચ્છમ પંથક ભણી રોજગારીની શોધમાં સરહદે કામ કરી રહ્યા છે. ઉદ્યોગોના આગમન થકી પચ્છમ પંથકના લોકોની આર્થિક સધ્ધરતા વધી રહી છે અને આવનારા દિવસોમાં હજુ વધશે.
જમીનના ભાવ આસમાને
ઉદ્યોગોના આગમન પહેલાં રોડટચ સિવાયની જમીનોના એકરના ભાવ રૂ. 75 હજારથી રૂ. 1 લાખ સુધી સીમિત હતા, હવે એ જ જમીનોના ભાવ રૂ. 5 લાખથી રૂ. 12 લાખ બોલાઈ રહ્યા છે, તો રોડટચ જમીનના ભાવ એક એકરના રૂ. 20 લાખથી રૂ. 30-35 લાખ બોલાય છે. કેટલાય જમીનધારકો કંપનીઓનો માલ-સામાન રાખવા રૂ. 30 હજારથી રૂ. 40 હજાર ભાડાપેટે જમીનો આપી સારી આવક મેળવી રહ્યા છે. બીજી તરફ શ્રમિકો પહેલાં રૂ. 300 અને કડિયા રૂ. 600થી 700 પ્રતિદિવસથી વધી રૂ. 700 અને રૂ. 1500 થઈ ગયા છે.
રાજાશાહીના સમયમાં કચ્છ અને સિંધને જોડતો રણમાર્ગ પચ્છમથી વેપાર માટે ધમધમતો હતો. લોકો અહીંથી વેપાર ખરીદવા માટે ઊંટો અને ઘોડાઓથી હેરાફેરી કરતા, જે ‘લાંભારા’ તરીકે ઓળખાતા. ભારત-પાક.ના ભાગલા બાદ આ સરહદનું વિશાળ રણ પ્રતિબંધિત જાહેર થતાં સેંકડો કિલોમીટરમાં પથરાયેલા વેરાન-ઉજ્જડ બિનઉપયોગી રણની લોકોને કલ્પના પણ નહોતી કે વેરાન રણ લોકો માટે રોજગારીનું અનોખું માધ્યમ બનશે. આર.ઇ. પાર્કને પગલે સોલાર એનર્જી પ્રોજેક્ટ થકી સરહદનાં ગામડાં - પચ્છમ પંથકના હજારો મજૂરવર્ગના લોકો સારી એવી રોજગારી મેળવીને બે પાંદડે થયા છે.