એથનિક વેરમાં સ્ટાઇલ કરવાની વાત આવે છે ત્યારે યુવતીઓ વિવિધ પ્રકારની કુરતીઓમાંથી કોઇ એક પર પસંદગી ઉતારતી હોય છે. પરંતુ જો કમ્ફર્ટ અને લુકના મામલે પસંદગી કરવી હોય તો ચિકનકારી કુરતી બેસ્ટ ઓપ્શન છે. ચિકનકારી કુરતાં પહેરવામાં જેટલાં કમ્ફર્ટેબલ છે જોવામાં પણ એટલાં જ સુંદર લાગે છે. ચિકનકારી એક ટ્રેડિશનલ એમ્બ્રોઇડરી સ્ટાઇલ છે. આમ જોવા જઇએ તો સુંદર અને બારીકાઇથી કરવામાં આવેલી એમ્બ્રોઇડરી છે. જેને મસલિન, કોટન, સિલ્ક, શિફોન, ઓર્ગેન્જા, નેટ જેવાં વિવિધ ફેબ્રિક પર કરવામાં આવે છે.
ચિકનકારી બોલિવૂડમાં એક્ટ્રેસ દ્વારા પહેરવામાં આવે છે. એટલું જ નહીં વિદેશોમાં પણ તેને પસંદ કરવામાં આવે છે, એટલે કહી શકાય કે ચિકનકારીને ગ્લોબલ ઓળખ મળી છે. તેથી ચિકનકારી ફક્ત કુરતાં સુધી સીમિત રહી ગઇ નથી. હવે ચિકનકારી સાડી, પ્લાઝો, ટોપ, વન પીસ વગેરે આઉટફિટમાં અવેલેબલ છે. તમારા વોર્ડરોબમાં ચિકનકારી કુરતાં છે અને તમે અલગ રીતે સ્ટાઇલ કરવા ઇચ્છો છો તો ફક્ત લેગિંગ્સ સાથે તેને પેર ન કરો. તમે એને અલગ અલગ રીતે સ્ટાઇલ કરીને કેઝ્યુઅલ્સ ઉપરાંત પાર્ટીઝ કે ગેટ ટુગેધરમાં પણ પહેરી શકો છો.
v ચિકનકારી કુરતાં અને પ્લાઝો v
ચિકનકારી કુરતાંને પેર કરવાનો આ ક્લાસી આઇડિયા છે. જો તમે ચિકનકારી કુરતાને ડે ટાઇમમાં પહેરવા ઇચ્છો છો તો તેની સાથે પ્લાઝો પહેરી શકો છો. એમાંય લેસ વર્ક પ્લાઝો ચિકનકારી કુરતાં સાથે બેસ્ટ લાગશે. આમ તો પ્લાઝોના કલર્સમાં ઓપ્શનની કોઇ કમી નથી, પરંતુ વ્હાઇટ અથવા બ્લેક કલર પ્લાઝો એની સાથે પહેરવાથી વધારે એટ્રેક્ટિવ લાગશે.
v બેલ્ટની સાથે v
ચિકનકારીમાં લોંગ કુરતી, ફ્રોક અને વન પીસ અવેલેબલ છે. સામાન્ય રીતે તેને બેલ્ટ સાથે પેર કરવામાં આવતો નથી. એથનિક લુકમાં પણ તમારી સ્ટાઇલને રોક કરવા ઇચ્છો છો તો બેલ્ટને કેરી કરવો એ ઉત્તમ આઇડિયા છે. એની સાથે સ્નીકર્સ પહેરવાને બદલે બેલી, સેન્ડલ અથવા હિલ્સ પહેરશો તો આકર્ષક લુક મળશે.
v જિન્સ સાથે કેઝ્યુઅલ લુક v
તમે ચિકનકારી કુરતાને સિમ્પલ લુકમાં પણ સ્ટાઇલિશ રીતે કેરી કરવા ઇચ્છો છો તો જિન્સ પેર કરી શકો. ચિકનકારી કુરતાંની સાથે તમે હાઈ વેસ્ટ જિન્સથી લઇને રિપ્ડ જિન્સને પેર કરી શકો છો. આ લુકમાં સ્પોર્ટી ટચ મેળવવા તેની સાથે સ્નીકર્સ પહેરી શકો છો. ફૂટવેરમાં બેલી જૂતાં પણ ક્લાસી લુક આપશે.
v પેન્ટ અથવા ટ્રાઉઝર સાથે સ્ટાઇલ v
ચિકનકારી કુરતાંને કેરી કરવાની આ પણ એક રીત છે. તમે પેન્ટ અથવા ટ્રાઉઝર સાથે ટ્રાય કરો. બંનેમાંથી જે પણ પહેરો એ એન્કલ લેન્થ હોય એ જરૂરી છે. આ લુકમાં ચિકનકારી કુરતાં બેસ્ટ લુક આપે છે. લુકને નિખારવા ઇચ્છો તો સાથે સિલ્વર અથવા ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરો. તમારી સુંદરતાને ચાર ચાંદ લાગી જશે.