નવી દિલ્હીઃ FSSAIએ ભારતીય મસાલામાં હાનિકારક પદાર્થોની ભેળસેળ થતી હોવાના અહેવાલોને ફગાવી દીધા છે. ઊંડી તપાસ બાદ તેમાં કેન્સરજન્ય ઇથિલીન ઓક્સાઈડ ન હોવાની તેણે પુષ્ટિ કરી હતી.
FSSAIએ 22 એપ્રિલે સમગ્ર દેશમાં મસાલાની તપાસ કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. તપાસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં એવરેસ્ટ મસાલાના 9 નમૂના અને દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનથી એમડીએચ સહિત 25 નમૂનાની તપાસ કરી હતી.
આ મામલે રચવામાં આવેલી વૈજ્ઞાનિકોની પેનલે 34 નમૂના પૈકી 28નો રિપોર્ટ આવી ગયા પછી તેમાં ઇટીઓ ન હોવાનું જાહેર કર્યું હતું. બાકી 6ના રિપોર્ટ આવવાના બાકી છે. દેશભરમાં અન્ય બ્રાન્ડના મસાલાના 300થી વધુ નમૂના ભેગા કરવામાં આવ્યા હતા.