મોટી સંખ્યામાં બ્રિટિશ ભારતીયોએ સંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું

લેબર પાર્ટીએ સૌથી વધુ 23, ટોરીઝે 14, લિબરલ ડેમોક્રેટે 17 બ્રિટિશ ભારતીયોને ટિકિટ આપી

Tuesday 28th May 2024 05:56 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયો હવે રાજનીતિમાં પણ ઘણા સક્રિય બની રહ્યાં છે. 4 જુલાઇના રોજ યોજનારી સંસદની ચૂંટણીમાં મોટી સંખ્યામાં બ્રિટિશ ભારતીયો વિવિધ પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી કરી રહ્યાં છે. જેમાંના કેટલાંક નામ અત્રે પ્રસ્તુત કરીએ છીએ. લેબર પાર્ટીમાંથી સૌથી વધુ 23 ભારતીયોને ટિકિટ અપાઇ છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી વડાપ્રધાન રિશી સુનાક સહિત 14 બ્રિટિશ ભારતીય ચૂંટણી મેદાનમાં છે. સિદ્ધાંતોને મજબૂતપણે વળગી રહેતી લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ 17 અને ગ્રીન પાર્ટીએ 3 બ્રિટિશ ભારતીયને મેદાનમાં ઉતાર્યાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 57 બ્રિટિશ ભારતીય ઉમેદવારની યાદી અમે પ્રાપ્ત કરી શક્યાં છીએ.
લેબર પાર્ટીના ઉમેદવારો
• હર્ષ ઠાકર: કાર્શેલ્ટન અને વોલિંગ્ટન • રવિ વેંકટેશ: ચિપ્પેનહામ • પ્રિમેશ પટેલ: હેરો ઇસ્ટ • હરપ્રીત ઉપ્પલ: હડર્સફિલ્ડ • જાસ અટવાલ: ઇલ્ફર્ડ સાઉથ • રાજેશ અગ્રવાલ: લેસ્ટર ઇસ્ટ • જીવન સાંધેર: લફબરો • ઉદય નાગારાજુ: નોર્થ બ્રેડફર્ડશાયર
• સતવીર કૌર: સાઉધમ્પટન ટેસ્ટ • કનિષ્કા નારાયણ: વેલ ઓફ ગ્લેમોર્ગન
• ડો. ગુરપ્રીત પડ્ડા: વેવની વેલી
• પવિતર કૌર માન: વિન્ડસર • રૂમી ચૌધરી: વિધામ • વારિન્દર જસ્સ: વૂલ્વરહેમ્પટન વેસ્ટ • બેગ્ગી શંકર: ડર્બી સાઉથ • વિપુલ બેચર: ગ્રેન્થામ એન્ડ બોર્ન • સીમા મલ્હોત્રા: ફેલ્ધામ એન્ડ હેસ્ટન • પ્રફુલ્લ નારગુડ: ઇસ્લિંગ્ટન નોર્થ • ટોની ગિલ: રાઇસ્લિપ, નોર્થવૂડ એન્ડ પિનર • નવેન્દુ મિશ્રા: સ્ટોકપોર્ટ • તમ્મનજિતસિંહ ઢેસ્સી: સ્લાઉ • પ્રીત ગિલ: બર્મિંગહામ એજબેસ્ટન • નીના ગિલ: બ્રોમ્સગ્રોવ
કન્ઝર્વેટિવ પાર્ટી
• પિન્દર ચૌહાણ: બ્રેડફર્ડ • ગગન મોહિન્દ્રા: સાઉથ વેસ્ટ હર્ટફર્ડશાયર
• શૈલેષ વારા: નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર • પ્રીતિ પટેલ: વિધામ • સુનિલ રપ્તાવર: બ્રેન્ટ વેસ્ટ
• આરતી જોષી: વક્સોલ એન્ડ કેમ્બરવેલ ગ્રીન • રેવા ગુડી: ફેલ્ધામ એન્ડ હેસ્ટન • અમિત જોગીયા: હેન્ડન • કિરન ફોધરગિલ: મિડલ્સબરો એન્ડ થોર્નબી ઇસ્ટ •સુએલા બ્રેવરમેન: ફેરહામ એન્ડ વોટરલૂવિલ • વિનય રંગિયા: ઓક્સફર્ડ વેસ્ટ એન્ડ એબિંગ્ડન
• અશવીર સાંઘા: બર્મિંગહામ એજબેસ્ટન • ડો. ચંદ્રા કેન્નગંટી: સ્ટ્રોક ઓન ટ્રેન્ટ સેન્ટ્રલ • રિશી સુનાક: રિચમન્ડ એન્ડ નોર્થઆલર્ટન
લિબરલ ડેમોક્રેટ પાર્ટી
• સ્મિતા રાજેશ: નોર્થ વેસ્ટ એસેક્સ • અનિતા પ્રભાકર: નોટિંગહામ સાઉથ • કુલદેવ સેહરા: બ્રેન્ટફર્ડ એન્ડ આયસલવર્થ • ધ્રુવ સેનગુપ્તા: ફેલ્ધામ એન્ડ હેસ્ટન • વિકાસ અગરવાલ: ઈસ્લિંગ્ટન નોર્થ • રીતેન્દ્ર બેનરજી: હેરો ઇસ્ટ • દુર્ગેશ હરી પ્રબુ: ટોટનહામ • સન્ની વિર્ક: મેરિડન એન્ડ સોલિહલ ઇસ્ટ
• ગલ્લી બંસલ: કિંગ્સવિનફર્ડ એન્ડ સાઉથ સ્ટેફર્ડશાયર • કબીર ખેર: મિડ નોર્ફોક • કરણ મહેશ્વરી: નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર • રાજ સોલંકી: લેસ્ટર ઇસ્ટ • પ્રભદીપસિંહ: ફેલ્ધામ એન્ડ હેસ્ટન • રાજ ફર્હાદ: ઇલ્ફર્ડ સાઉથ • જેક સભરવાલ: ટિપ્ટન એન્ડ વેડનસબરી • એરોન ખુટ્ટન: વૂલ્વરહેમ્પટન સાઉથ ઇસ્ટ
• સુરજિત દુહર: ડોનકાસ્ટર સેન્ટ્રલ • નીધિ મહેતાઃ એલ્સબરી
ગ્રીન પાર્ટી
• રાજીવ સિંહા: લંડન એન્ડ વેસ્ટમિન્સ્ટર • સુશિલા ઢાલ: ઓક્સફર્ડ ઇસ્ટ • મનુ સિંહ: સ્પેલ્થ્રોન


comments powered by Disqus