વડોદરાઃ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં નદી-તળાવમાં ડૂબી જવાથી મૃત્યુની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં બપોરે 4 યુવકોના મૃતદેહો તરતા મળ્યા હતા.
ગામના તૈરવૈયાઓએ ચારેય મૃતદેહને દોરડાથી બાંધીને હોડી દ્વારા બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે.યુ. ગોહિલે ઘટના વિશે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર આ યુવકો મહિસાગર નદીકિનારે આવેલા કોટણા પાસેથી તણાઈને આવ્યા હોવાનું લાગી રહ્યું છે. ગરમીની સિઝનમાં લોકો નદીકિનારે પિકનિક માટે જતા હોય છે, એવામાં 12 તારીખે તાંદલજા સરકારી શાળા પાસે આવેલા ઈબ્રાહીમ પાર્કમાં રહેતા સોહેબ પઠાણ અને જૈનુલ પઠાણનું ડૂબી જવાના કારણે મોત થયું હતું.