અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બુધવારે પોતાની ટીમને સપોર્ટ કરવા આવેલો બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન ભારે ગરમી વચ્ચે બીમાર પડ્યો હતો, જેને પગલે એસ.જી. હાઈવે સ્થિત કે.ડી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો, સારવાર બાદ તબિયતમાં સુધારો થતાં શાહરુખને ગુરુવારે છ વાગ્યા આસપાસ ડિસ્ચાર્જ કરાયો હતો. એ પછી પરિવાર સાથે ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ રવાના થયો હતો.
અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં શાહરુખના વિવિધ રિપોર્ટ કરાયા હતા અને તેમાં ન્યુમોનિયાની અસર હોવાનું જણાતાં તેની સારવાર કરાઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શાહરુખની સાથે એક્ટ્રેસ જૂહી ચાવલા અને તેનાં પત્ની ગૌરી ખાન હાજર રહ્યાં હતાં.